<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

વડોદરામાં એક જ દિવસમાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ : કુલ 34 સેમ્પલ તપાસાયા

રામદેવ નગરમાં 1, દિવાળીપુરા અને ભાયલી વિસ્તારમાં 4, છાણીમાં 1 મળી કુલ 6 કોરોના પોઝિટિવ કેસ

વડોદરા શહેરમાં પ્રથમ દિવસે 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ કેસોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા જરૂરી સેમ્પલ તપાસવાની કામગીરી સઘન બનાવી દેવામાં આવી છે.

વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં આવેલા રામદેવ નગરમાં 1, પશ્ચિમ ઝોન વિસ્તારના દિવાળીપુરા અને ભાયલી વિસ્તારમાં 4, જ્યારે ઉત્તર ઝોન વિસ્તારના છાણીમાં 1 મળી કુલ 6 કોરોના પોઝિટિવ કેસ જણાઈ આવ્યા છે. કોર્પોરેશન દ્વારા રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચાલતી કામગીરી દરમિયાન આ કોરોના પોઝિટિવ કેસ જાણવા મળ્યા છે. કોરોના સંબંધિત કુલ 34 સેમ્પલ તપાસવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વર્ષ-2025 દરમિયાન વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આજે ગુરુવારે કુલ 254 ટીમ દ્વારા 298 વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન 30,880 ઘરો તપાસીને 21,915 મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે

 

 


 

(9:36 PM IST)