તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
ઇડીની મોટી કાર્યવાહી :યુનિયન બેંક પાસેથી ખોટી રીતે લોન લીધી: મેઝર્સ એવોન કોલ્ડ સ્ટોરેજ સામે કેસ : રૂ. 1.30 કરોડની સંપતિ જપ્ત
આરોપીઓએ મિલીભગત અને ખોટા દસ્તાવેજોની મદદથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી છેતરપિંડી દ્વારા લોન મેળવી: અમદાવાદ ઝોનલ ઓફિસની કાર્યવાહી

અમદાવાદ ઝોનલ ઓફિસે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ 2002ની જોગવાઈઓ હેઠળ મેઝર્સ એવોન કોલ્ડ સ્ટોરેજ પ્રાઇવેટ લિમિટેડના મામલે EDએ 31 મે, 2025ના રોજ PMLAની વિશેષ અદાલતમાં કેસ દાખલ કર્યો છે.
EDએ આ તપાસ CBI, ACB, ગાંધીનગર દ્વારા મેઝર્સ એવોન કોલ્ડ સ્ટોરેજ પ્રાઇવેટ લિમિટેડ, તેના ડિરેક્ટરો અને અન્ય ખાનગી વ્યક્તિઓ તથા જાહેર કર્મચારીઓ સામે નોંધાયેલી FIRના આધારે શરૂ કરી હતી. આરોપ મુજબ, આરોપીઓએ મિલીભગત અને ખોટા દસ્તાવેજોની મદદથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી છેતરપિંડી દ્વારા લોન મેળવી છે.
EDની તપાસમાં ખુલાસો થયો છે કે, મેઝર્સ એવોન કોલ્ડ સ્ટોરેજ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુનિયન બેંક પાસેથી કોલ્ડ સ્ટોરેજ યુનિટ માટે પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટેની લોન મેળવી હતી. પણ તે લોન ખોટા ખર્ચ પત્ર દાખલ કરીને મેળવવામાં આવી હતી. આ લોન રકમને અન્ય સંસ્થાઓમાં ટ્રાન્સફર કરીને રોકડ રૂપે ઉપાડી લેવાઈ હતી અને આશરે 3.92 કરોડ રૂપિયાનો તાળો મળ્યો નથી. આ નાણાં લોન કરાર મુજબના હેતુઓ માટે વપરાયા નહોતા. EDએ આ કેસમાં આશરે 1.30 કરોડની રૂપિયાના મૂલ્યની ચલ અને અચલ મિલ્કતોને અસ્થાયી રીતે જપ્ત પણ કરી છે. આ અંગે વધુ તપાસ ચાલુ છે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
