<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

થરાદથી અમદાવાદના એક્સપ્રેસ હાઇવેને લઈ બનાસકાંઠાના ખેડૂતોમાં કપાતમાં જતી જમીન વળતર મામલે રોષ ફેલાયો

દિયોદર, થરાદ અને કાંકરેજના ખેડૂતોએ આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર સોંપી રજૂઆત કરી: સરકાર યોગ્ય નિરાકરણ ન લાવે તો પગપાળા ગાંધીનગર કૂચ કરવાની ચીમકી ઉચ્ચારી

બનાસકાંઠામાં જમીન વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ ફેલાયો છે થરાદથી અમદાવાદના એક્સપ્રેસ હાઇવેને લઈ બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કારણ છે, હાઈવેના કપાતમાં જતી જમીનના બદલામાં યોગ્ય વળતર ન મળવું. દિયોદર, થરાદ અને કાંકરેજના ખેડૂતોએ આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર સોંપી રજૂઆત કરી હતી 

   સૂત્રોચ્ચાર સાથે પહોંચેલા ખેડૂતોની રજૂઆત છે કે, સરકારના વિકાસ સામે વાંધો નથી. પરંતુ પૂરતું વળતર મળવું જોઈએ.  થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેમાં ખેડૂતોની કિંમતી જમીન કપાતી હોવા છતાં 2011 પ્રમાણે જંત્રીના ભાવ અપાય છે. તેના બદલે વર્ષ 2025ના નવા જંત્રી ભાવ પ્રમાણે ચુકવણું કરવાની ખેડૂતોએ માગ કરી. સરકાર યોગ્ય નિરાકરણ ન લાવે તો પગપાળા ગાંધીનગર કૂચ કરવાની પણ ચીમકી ઉચ્ચારી.

 


 

(8:48 PM IST)