<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1611 રૂપિયા બોલાયો : જાણો 26 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 26 માર્કેટ યાર્ડમાં કુલ 645.09 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 26 માર્કેટ યાર્ડમાં કુલ 645.09 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1611 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1559 રૂ. જ્યારે નીચો ભાવ 1240 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જસદણમાં 1601 રૂ., જામજોધપુરમાં 1591 રૂ., અમરેલીમાં 1582 રૂ., બાબરામાં 1581 રૂ., ગોંડલમાં 1551 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 645.09 ટન કપાસની આવક થઇ છે.

(7:29 PM IST)