તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા આંગણવાડીના ભૂલકાઓ સાથે પુનિતવન ખાતે વૃક્ષારોપણ
પ્રકળતિનું સંવર્ધન અને જતન કરવું તે આ સમયની તાતી જરૂરીયાત ભાનુબેન બાબરીયા

ગાંધીનગરઃ તા.૫: ‘‘હરિયાળી વાવો, સમળધ્ધિ પામો, વળક્ષ વાવો, પર્યાવરણ બચાવોના'' સંકલ્પ સાથે ૫ જુને સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં આવેલા પુનિતવનમાં ગાંધીનગરની બોરીજની ત્રણ આંગણવાડી કેન્દ્રોના ૯૨ બાળકો અને વાલીઓ સાથે ે વળક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત શૌર્ય અને ઔષધીઓથી ભરપુર સિંદુરના વળક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના આઇ.સી.ડી.એસ. વિભાગ અને ફોરેસ્ટ વિભાગ પુનિતવન ખાતેના અધિકારી, કર્મચારી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
