<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

સચિવાલયમાં વનનું નિર્માણ થશેઃ ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે ભૂમિપૂજન

આજે વિશ્‍વ પર્યાવરણ દિવસ અંતર્ગત મુખ્‍યમંત્રીની અધ્‍યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજયકક્ષાની ઉજવણી : પ્‍લાસ્‍ટીક વિકલ્‍પોના પ્રદર્શન, આધુનિક પોર્ટલ- વેબસાઇટ લોન્‍ચીંગ સહિતના કાર્યક્રમો યોજાયાઃ વન- પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા તથા મુકેશભાઇ પટેલની ઉપસ્‍થિતિ : સમગ્ર પરિસરમાં ૧૬ હજાર વૃક્ષોના વાવેતરથી માતૃવન વન કવચ બનાવવામાં આવશે

ગાંધીનગર તા.પઃ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે આજે વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ પાંચમી જૂને ‘એક પેડ માં કે નામ ૨.૦' અંતર્ગત ગાંધીનગરમાં સચિવાલય સંકુલના પટાંગણમાં માતળવન વનકવચ નિર્માણનો પ્રારંભ કરાવ્‍યો હતો.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ૨૦૨૪ના વિશ્વ પર્યાવણ દિવસે દેશવાસીઓને ‘એક પેડ માં કે નામ' અભિયાનમાં જોડાઈને પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વળક્ષ વાવીને ધરતી માતાને હરિયાળી બનાવવાનું આહવાન કર્યું હતું. મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતે આ અભિયાનમાં ૧૭.૪૮ કરોડ રોપાઓના વાવેતર સાથે દેશભરમાં દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું છે.

નરેન્‍દ્રભાઇની પ્રેરણાથી આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસથી ‘એક પેડ મા કે નામ ૨.૦' અભિયાનની શરૂઆત થઈ છે. મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલે ગાંધીનગરમાં આ અભિયાનનો પ્રારંભ કરાવતા સ્‍પષ્ટપણે જણાવ્‍યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ભવિષ્‍યમાં આવનારા પર્યાવરણના પડકારોના નિવારણનું આગવું વિઝન પર્યાવરણ સુરક્ષા સાથેના વિકાસને ધરાતલ પર ઉતારવાના સંકલ્‍પો સાથે આપણને આપ્‍યું છે.

તેમણે ‘એક પેડ માં કે નામ' જેવા અભિયાનને વેગવાન બનાવીને દેશવાસીઓને પર્યાવરણ જતન-સંવર્ધનમાં જોડ્‍યા છે અને આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસથી ‘પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ મુક્‍ત ભારત-ગુજરાત'ની પ્રેરણા આપી છે તેમ પણ મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, ‘એક પેડ માં કે નામ ૨.૦' અભિયાન અન્‍વયે સચિવાલય સંકુલમાં સિંદૂરના ૨૦૦ રોપાઓ સાથે ૪ હજાર રોપાઓના માતળવન વનકવચનો વળક્ષારોપણથી પ્રારંભ કર્યો છે. સમગ્ર સચિવાલય સંકુલ પરિસરમાં વન વિભાગના સહયોગથી ૧૬ હજાર જેટલા વળક્ષો સાથેનું માતળવન વન કવચ બનાવવામાં આવશે.

ભૂપેન્‍દ્રભાઇ પટેલે એમ પણ જણાવ્‍યું કે, વડાપ્રધાનશ્રીએ મિશન લાઈફ અંતર્ગત આપણા રોજબરોજના જીવનમાં પર્યાવરણ જાળવણીના ઉપાયો અપનાવીને પર્યાવરણના જતન-સંવર્ધન માટેનો પર્યાવરણ પ્રિય વિચાર આપ્‍યો છે. એટલું જ નહિ, સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ માટે વેપાર-ઉદ્યોગોને પર્યાવરણ સાથે સાંકળીને વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ સંચય અને પ્રકળતિરક્ષાના આપેલા વિચારને અનુસરવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

ભુપેન્‍દ્રભાઇએ ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્‍પ દરેક અભિયાનની જેમ ‘એક પેડ માં કે નામ ૨.૦' અભિયાનમાં પણ લીડ લેશે તેવો વિશ્વાસ કરતા સૌ નાગરિકોને જેમ બને તેમ ગ્રીન કવર વધારવામાં સહયોગી થવા વિશ્વ પર્યાવરણ દિવસે સંકલ્‍પ લેવાની અપીલ કરી હતી.

આ માતળવન વનકવચના નિર્માણ માટે રોપા વાવેતરના અવસરે વન રાજ્‍યમંત્રી મુકેશભાઈ પટેલ, વન પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમાર અને અગ્ર મુખ્‍ય વનસંરક્ષકઓ, વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા સચિવાલયના વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ સહભાગી થયા હતા.(તસ્‍વીરઃ નિમિષ ગણાત્રા)

(3:22 PM IST)