<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ભુપેન્‍દ્રભાઇએ વૃક્ષારોપણ કરીને અમદાવાદ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાનનો શુભારંભ કરાવ્‍યો

સિંદુરના બાળવૃક્ષનું વાવેતર કરીને મુખ્‍યમંત્રીએ ‘સિંદુર વન' નિર્માણનો પ્રારંભ કરાવ્‍યોઃ અભિયાનના ટેબ્‍લો અને ૧૧ વૃક્ષરથનું પ્રસ્‍થાન કરાવ્‍યું

અમદાવાદ તા.પઃ ‘વિશ્વ પર્યાવરણ દિવસ'  નિમિત્તે મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલે  અમદાવાદમાં વળક્ષારોપણ કરીને અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર  મિલિયન ટ્રીઝ' અભિયાનનો શુભારંભ કરાવ્‍યો હતો. આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રીએ સિંદૂરના બાળવળક્ષનું વાવેતર કરીને અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ચાંદલોડિયા વોર્ડમાં નિર્માણ પામનારા ‘સિંદૂર વન'ના નિર્માણનો પ્રારંભ કરાવ્‍યો હતો.

ભૂપેન્‍દ્રભાઇ પટેલે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાનના પ્રચાર પ્રસાર અર્થે તૈયાર કરાયેલા ટેબ્‍લો સહિત ૧૧ વળક્ષરથનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ' અને ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ'' અભિયાન અંતર્ગત વળક્ષારોપણમાં નાગરિકોને સહભાગી બનાવવા કુલ ૩૮ જેટલા વળક્ષરથ તૈયાર કરવામાં આવનાર છે. એર ક્‍વોલિટી મેનેજમેન્‍ટ સેલ દ્વારા યોજાયેલ પર્યાવરણલક્ષી ચિત્ર સ્‍પર્ધાના પાંચ વિજેતાઓને મુખ્‍યમંત્રીશ્રીએ પુરસ્‍કાર સ્‍વરૂપે સાઇકલ એનાયત કરી હતી. વળક્ષારોપણ અને સિંદૂર વન નિર્માણ પ્રારંભ પ્રસંગે શહેરના મેયર  પ્રતિભાબહેન જૈન, લોકસભા સાંસદ દિનેશભાઈ મકવાણા, ઇન્‍ચાર્જ મ્‍યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલ, ધારાસભ્‍ય સર્વે અમિતભાઈ શાહ,  હર્ષદભાઈ પટેલ,  જીતેન્‍દ્રભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, અમિતભાઈ ઠાકર, કૌશિકભાઇ જૈન, ડેપ્‍યૂટી મેયર  જતીનભાઈ પટેલ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્‍યુનિ. કાઉન્‍સિલરો તથા AMCના પદાધિકારીઓ/કર્મચારીઓ, સમસ્‍ત વૈષ્‍ણવ વણિક પરિવાર (SVVP)ના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:21 PM IST)