તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
આજે વિશ્વ પર્યાવરણ દિવસ...‘પ્લાસ્ટીક પ્રદુષણનો અંત' એ આજના દિવસનો મંત્ર છે
એક વર્ષમાં પ્લાસ્ટીકનો વપરાશ સદંતર બંધ થાય તે શકય નથી પરંતુ વ્યકિત અંગત જવાબદારી સ્વીકારી પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરે તો આ પ્રદુષણ ઘટાડી જરૂર શકાય :સિંહ માટે ભવિષ્યનું આયોજન અને વ્યવસ્થાપન કરવા માટે વસ્તી ગણત્રી મહત્વની : તાજેતરમાં યોજાયેલી ગણત્રીમાં સિંહોની સંખ્યા ૮૯૧ નોંધાઇ : વિલુપ્તીના આરે પહોંચેલા સિંહો સવાસો વર્ષમાં ૧૦ ગણા વધ્યા

સિંહ ગણતરી દરમિયાન ર૦ સિંહોનું સૌથી મોટુ પ્રાઇડ ગીર કે અન્ય વન વિસ્તારમાં નહિ પરંતુ ભાવનગરના પાલીતાણા પાસે જોવા મળ્યું. જે મનુષ્ય અને સિંહોનું શાંતિપુર્ણ સહઅસ્તિત્વ દર્શાવે છે. (ફોટોઃ સાદીક મુજાવર, ભાવસે-નાયબ વન સંરક્ષક)
‘અત્યારે સાંજ પડી ગઈ અને એટલી ગરમી તો નથી, તેમ છતાં આ તડકો તો જાણે દઝાડે છે!', ‘આ વર્ષે ચોમાસુ શરૂ થાય તે પહેલાં એક-દોઢ મહિનાથી વરસાદ અને વાવાઝોડા ને હિસાબે ગીરની કેસર કેરી નો મોટાભાગનો પાક ખરાબ થઈ ગયો છે!',હે ભગવાન, આ શું થઈ રહ્યું છે? ખુલ્લામાં પણ શ્વાસ રૂંધાય છે! હાલ આ પ્રકારના સવાલો સામાન્ય થઈ ગયા છે. આવા અનેક સવાલોનો એક જ જવાબ છે, કે માનવીય પ્રવળત્તિઓને હિસાબે પર્યાવરણ માં અવિરતપણે નુકસાન થઇ રહ્યું છે. કુદરતી જંગલો કપાઈ રહ્યાં છે. પળથ્વી પર જેટલું પાણી છે, તેનાં એક ટકાથી પણ ઓછું પીવા લાયક પાણી છે, તેનો પણ અકલ્પનીય રીતે વ્યય થઈ રહ્યો છે. મુખ્યત્વે આ કારણોને હિસાબે ગ્લોબલ ર્વોમિંગ અને ક્લાઈમેટ ચેન્જ ની ઘાતક અસરોથી સમગ્ર જીવસળષ્ટિ માટે ચિંતાજનક અને અંધકારમય ભવિષ્ય સર્જાઈ રહેલ છે.
પર્યાવરણની જાળવણી માટે જાગળતિ ફેલાય અને અસરકારક પગલાં લેવાય તે હેતુથી સન ૧૯૭૩ થી પાંચમી જુન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ ૧૪૦ થી વધારે દેશોમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સરકારી તેમજ બિન સરકારી સંસ્થાઓ દ્વારા, અને શાળાઓ તથા કોલેજો દ્વારા કરવામાં આવશે. ૨૦૨૫ ના માત્ર એક વર્ષમાં વિશ્વમાં ૫૦ કરોડ ટનથી વધારે પ્લાસ્ટિક વાપરવાનો અંદાજ છે! ‘પ્લાસ્ટિક પ્રદુષણનો અંત' એ આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે. એક વર્ષમાં આટલાં બધાં પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય તે શકય નથી, પરંતુ જો દરેક વ્યક્તિ આ જવાબદારી સરકાર પર નાખવાની બદલે, અંગત રીતે સ્વીકારે અને જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન લાવે તો પર્યાવરણ માટે રાક્ષસ રૂપી પ્લાસ્ટિક નું પ્રદૂષણ ઘટાડી શકાશે.
પ્લાસ્ટિક કચરામાં જાય છે, જે જમીનમાં એક અભેદ્ય લેયર રચીને જમીનને હજારો વર્ષો માટે બિનઉપજાવ કરી દે છે! લાખો ટન પ્લાસ્ટિક સમુદ્રમાં જાય છે, અને માઇક્રો પ્લાસ્ટિક સ્વરૂપે સમુદ્ર જીવોનાં પેટમાં જાય છે. જે વ્યક્તિઓ માંસાહારી છે, તેમના શરીરમાં પણ સી-ફૂડ દ્વારા જાય છે. આપણે ખોરાકમાં લઈએ છીએ, તે નમક પણ સમુદ્રનાં ખારા પાણીમાંથી બને છે. આ નમકમાં પણ માઇક્રો પ્લાસ્ટિક હોય છે, જે હંમેશા દરેકે દરેક મનુષ્યનાં પેટમાં જાય છે!
આપણા દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (ઝબલા) પર ઘણાં વખતથી સંપૂર્ણ પ્રતિબંધ છે, કારણ કે તે રિસાયકલ થઈ શકતું નથી. તેમ છતાં અનેક કારખાનાઓમાં તેનુ ઉત્પાદન થઈ રહેલ છે. વેપારીઓ પણ તેનો વપરાશ કરી રહેલ છે. વર્ષો પહેલાં આપણને ઘરેથી શાકભાજી, ફળ કે અન્ય ચીજ-વસ્તુઓ લેવાં માટે મોકલતાં, ત્યારે આપણે કપડાની થેલી લઈને જતાં. હાલ દરેક વ્યક્તિ જો આ પ્રથા ફરીથી શરૂ કરે, તો પ્લાસ્ટિકના લાખો ઝબલા વપરાતા બંધ થઈ જશે. જ્યારે તેનો વપરાશ જ નહીં રહે, ત્યારે ઉત્પાદન પણ બંધ થઈ જશે. બહાર જઈએ, ત્યારે ઘરનાં માટલામાંથી વોટર બેગ કે જગ ભરીને જઈએ તો બહારથી પાણીની પ્લાસ્ટિકની બોટલો ખરીદવી ન પડે. બજારમાં જે પાણી વેંચાય છે, તેમાં મોટાં ભાગનું પીવા લાયક નથી હોતું, તેવા સમાચાર પણ અવારનવાર જાણવા મળે છે. આપણે પૈસા ખર્ચીને અશુદ્ધ પાણી લઈ, પાણીજન્ય રોગોને આમંત્રણ આપીએ છીએ! વિશ્વનાં આઠ અબજ લોકો થોડી સમજણ રાખી વ્યક્તિગત ધોરણે માત્ર આટલું નાનું પ્રદાન આપે તો આ વૈશ્વિક સમસ્યા નો હલ નીકળી શકે એમ છે. આપણું અને આપણાં બાળકોનું સ્વસ્થ ભવિષ્ય આપણાં હાથમાં જ છે.
આ મહત્વના દિવસ નિમિત્તે, હજુ ગયા મહિને જ વન્યજીવ પ્રેમીઓ માટે એક મહત્વનો પ્રસંગ આવી ગયો. તેના વિશે ઘણાં સમાચાર પ્રસિદ્ધ થઈ ગયા છે, પરંતુ જે માહિતી પ્રસિદ્ધ નથી થયેલ, તે વિશે અકિલા ના સિંહ પ્રેમી વાંચકોને જાણકારી આપું છું. આપને ખ્યાલ આવી જ ગયો હશે કે હું ૧૦ થી ૧૩ મે દરમિયાન થયેલ ૧૬ મી એશિયાઈ સિંહ ગણત્રીની વાત કરવા માંગુ છું. આ વસ્તી અંદાજ દર પાંચ વર્ષે કરવામાં આવે છે. સિંહ માટે ભવિષ્યનું આયોજન અને વ્યવસ્થાપન કરવા માટે વસ્તી ગણત્રી મહત્વની છે.
આશરે સવાસો વર્ષ પહેલાં વિલુપ્ત થવાના આરે પહોંચેલા એશિયાઈ સિંહો ની સંખ્યા હાલ ૮૯૧ થયેલ છે, એટલે કે લગભગ દસ ગણી વધી છે. ગીર, ગિરનાર, પાણીયા, મીતીયાળા, બરડા તથા તેમની આજુબાજુના વન વિસ્તારમાં ૪૯૭ (૫૫.૭૮ ટકા) અને બહારના બળહદ ગીર તરીકે ઓળખાતા રેવન્યુ વિસ્તારોમાં ૩૮૪ (૪૪.૨૨ ટકા) સિંહો જોવા મળ્યા છે. એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખાતો આ વિસ્તાર ૩૫,૦૦૦ વર્ગ કિલોમીટર નો છે.
બળહદ ગીરમાં આશરે ૧૫૦૦ થી વધારે ગામો આવેલ છે, ત્યારે સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન થાય કે આટલાં બધાં સિંહો, જે સર્વોચ્ચ શિકારીઓ છે, તે મનુષ્યની ગીચ વસ્તી ધરાવતાં રહેણાંક વિસ્તારોમાં રહે છે, તે કેટલું બધું જોખમી કહેવાય? આજે આ પરિસ્થિતિ છે, તો આવતાં ૧૦-૨૦ વર્ષો પછી શું થશે? સરકાર સિંહો ને જંગલમાં કેમ નથી સાચવી નથી શકતી? વન વિભાગ શું કરે છે? સામાન્ય લોકોના મનમાં આવા સવાલ સ્વાભાવિક રીતે જ થાય છે. વન્ય પ્રાણી નિષ્ણાતો પણ ચિંતિત છે. કેટલાક તજજ્ઞો તો એમ પણ કહે છે કે આ પરિસ્થિતિ એક ટાઈમ બોમ્બ સમાન છે, જે ગમે ત્યારે ફૂટી શકે. જો કે હજુ સુધી કોઈપણ નિષ્ણાત સિંહોને હંમેશા માટે વન વિસ્તારોની અંદર જ કેવી રીતે રાખી શકાય, તેનો સચોટ ઉપાય દેખાડી શકયાં નથી. આ પરિસ્થિતિ સમજવા માટે તે કેવી રીતે સર્જાઈ તેનું અવલોકન કરવું જરૂરી છે. કોઈપણ વન્ય પ્રાણીને સંરક્ષણ આપવામાં આવે ત્યારે સમય જતાં, તેની વસ્તી વધે છે. ભૂતકાળમાં એશિયા ના અનેક દેશોમાં વસતા એશિયાઈ સિંહો, મોગલ બાદશાહો, રાજા-મહારાજાઓ અને બ્રિટિશ અધિકારીઓ દ્વારા બેરોકટોક થતા શિકાર, અને જંગલોના વિનાશ ને લીધે છેલ્લે કાઠિયાવાડના ગીરના જંગલો અને આજુબાજુનાં વિસ્તારોમાં જ બચી ગયા હતાં. સત્તાધીશો, સ્થાનિક લોકો, જાગળત મીડિયા તથાં અનેક સંસ્થાઓનાં પ્રયત્નો અને યોગદાનથી વન્ય પ્રાણીઓ તથાં સિંહો ની સંખ્યા વધી રહી છે. કુદરતી વનો ના વિસ્તારો મર્યાદિત છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્ય ચારે તરફથી મનુષ્ય રહેણાંકવાળા વિસ્તારો, વાડી-ખેતરો, ખાણ-ખનીજ તથાં બીજાં મોટાં ઉદ્યોગોથી ઘેરાયેલ છે. આ કારણોસર ગીરનો વન વિસ્તાર વધારી શકાતો નથી. સિંહને રહેવા અને વિહરવા માટે મોટી ટેરીટરી જોઈએ. તેમનાં બચ્ચાં ત્રણેક વર્ષનાં થાય એટલે કુટુંબથી જુદાં પડી, પોતાની નવી ટેરીટરી બનાવે છે. શિકાર બંધ થતાં સિંહોનો કુદરતી ખોરાક એટલે કે ચિતલ (ટપકાંવાળા હરણ), સાબર, નીલગાય, જંગલી ભૂંડ, વિગેરેની સંખ્યા મોટાં પ્રમાણમાં વધી અને આ બધાં તળણાહારી વન્ય પ્રાણીઓ પણ વન વિસ્તારની બહાર નીકળ્યાં અને રહેવાં લાગ્યાં. તેમની પાછળ સિંહોએ પણ સ્થળાંતર કર્યું. આશરે ચાર દાયકાઓથી આ કુદરતી પ્રક્રિયા ચાલી રહી છે. ગીરનાં સિંહો જો તેમને ખલેલ પહોંચાડવામાં ન આવે, તો સામાન્ય સંયોગોમાં મનુષ્ય પર હુમલો કરતાં નથી. ખેડૂતોની આજીવિકા સમાન મૂલ્યવાન પાકને નીલગાય, જંગલી ભૂંડ, વિગેરે દ્વારા ખૂબ જ નુકસાન થતું આવ્યું છે. જયારે સિંહ ખેતરની નજીક હોય ત્યારે આ પ્રાણીઓ દૂર રહે છે, તેથી ખેડૂત ભાઈઓ કહે છે કે સિંહો તો ખેતરના રખેવાળ છે. ગ્રામ્ય લોકો પણ મહદ અંશે સિંહ પ્રેમી છે અને સિંહ ને તેમનું ગૌરવ સમજે છે.
અમરેલી પાસે ક્રાંકચ માં તો સ્થાનિક લોકોએ ખૂબ જ લોકપ્રિય બનેલી અને સૌથી વધુ ૧૯ વર્ષ ની વય સુધી જીવન ગાળેલ રાજમાતા નામની સિંહણની એક બચ્ચાં સાથે લાઈફ સાઇઝની પ્રતિમા પ્રસ્થાપિત કરેલ છે!
વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, ધારો કે સિંહોને બળજબરી પૂર્વક માત્ર જંગલમાં જ રાખ્યા હોત તો ટેરીટરી માટે ઇનફાઈટિંગ ખૂબ જ હોત. ઇનબ્રીડિંગ ને હિસાબે નબળાં જીન્સવાળા માંદા અને વિકલાંગ બચ્ચાં ઉત્પન્ન થાત. સિંહો ની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોત.
વૈજ્ઞાનિક અભ્યાસ નાં તારણો મુજબ એશિયાઈ સિંહો નાં જીન્સ રોયલ બેંગાલ ટાઈગર્સ નાં જીન્સ જેટલાં જ સ્વસ્થ છે. સિંહો જુદાજુદા વિસ્તારોમાં કુદરતી રીતે ફેલાતાં રહ્યાં અને દૂરનાં વિસ્તારોમાં નવાં રહેણાંક બનાવતાં ગયા, આ કારણોસર સિંહો બચી ગયા છે અને તંદુરસ્ત છે. ભવિષ્યમાં પણ વસ્તી અને વિસ્તાર વધવાનો કુદરતી ક્રમ ચાલુ રહેશે.
હમણાંની સિંહ ગણતરી દરમિયાન, ૨૦ સિંહોનું સૌથી મોટું પ્રાઇડ ગીર કે બીજા કોઈ વન વિસ્તાર માં નહીં, પરંતુ ભાવનગર જિલ્લાનાં પાલીતાણા શહેર પાસે લોકોની વચ્ચે રહેતું જોવાં મળ્યું! ભાવનગરનાં તત્કાલીન નાયબ વન સંરક્ષક શ્રી સાદિક મુજાવર, ભાવસે, દ્વારા આ પ્રાઈડની દુર્લભ તસવીરો લેવામાં આવેલ છે. મનુષ્ય અને સિંહોના શાંતીપૂર્ણ સહઅસ્તિત્વ દર્શાવતાં અનેક ફોટાઓ અને વીડિયોમાં આ એક મહત્વનું દસ્તાવેજીકરણ છે.
પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામનાઓ.

ભૂષણ પંડયા
પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર
મોબાઈલ નંબરઃ ૯૪૨૮૨ ૦૩૧૧૭
ઇ-મેઇલઃ[email protected]
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
