તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
અમદાવાદ એક્સપ્રેસ -વે પર ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાઈ:અકસ્માત બાદ બંને ટ્રકમાં ભીષણ આગ લાગી
અકસ્માત બાદ ભીષણ આગના કારણે બંન્ને ટ્રક બળીને ખાખ થઈ ગયા:પાછળની ટ્રકનો ડ્રાઈવર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો

અમદાવાદ એક્સપ્રેસ -વે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાઈ જતા દુર્ઘટના સર્જાઈ છે. અકસ્માત બાદ બંને ટ્રકમાં ભીષણ આગ લાગી હતી.
અકસ્માત બાદ ભીષણ આગના કારણે બંન્ને ટ્રક બળીને ખાખ થઈ ગયા છે. પાછળની ટ્રકનો ડ્રાઈવર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો છે. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 108 મારફતે ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે આગના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતાની સાથે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેના પગલે તેઓ ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબૂ મેળવ્યો છે
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
