<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

આગામી 6 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્ચતા

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની વકી

અમદાવાદ : રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આગામી 6 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્ચતા છે. હવામાન વિભાગની માનીએ તો, વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતા છે.. 

   આ સાથે જ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની વકી છે. અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ યથાવત રહેશે.

 

(12:02 PM IST)