<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ગુજરાતમાં મસમોટા મનરેગા કૌભાંડનો પર્દાફાશ: અમિત ચાવડા દ્વારા સીબીઆઇ તપાસની માંગ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજ્યમાં મનરેગા યોજનામાં થયેલા કથિત મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં એકસો કરોડથી વધુના કૌભાંડનો આક્ષેપ કરી, તેમણે આ મામલે કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) તપાસની માંગણી કરી છે. ચાવડાએ ભાજપના નેતાઓ અને તેમના મળતિયાઓની સીધી સંડોવણીનો આરોપ લગાવતા, ચોંકાવનારા પુરાવા રજૂ કર્યા, જેમાં મજૂરો વગર જ કરોડો રૂપિયાના બિલ ચૂકવાયાનો દાવો કરવામાં આવ્યો છે.

જાંબુઘોડામાં ત્રણસો કરોડનું કૌભાંડ* ચાવડાએ જણાવ્યું કે, જાંબુઘોડા તાલુકામાં, જેમાં માત્ર છવીસ ગ્રામ પંચાયતો અને બેતાલીસ હજારની વસ્તી છે, ત્યાં છેલ્લા ચાર વર્ષમાં મનરેગા હેઠળ ત્રણસો કરોડ રૂપિયાના કામો દર્શાવાયા છે. આમાંથી બસો કરોડ રૂપિયા મટીરિયલ સપ્લાયમાં ખર્ચાયા, જે મનરેગાના સાઠ:ચાલીસ (મજૂર:મટીરિયલ) રેશિયોનું ઉલ્લંઘન છે. માત્ર બાવીસ ટકા રકમ મજૂરોને ચૂકવાઈ, જ્યારે ઓગણઆઠોતેર ટકા રકમ ભાજપના નેતાઓની નજીકની એજન્સીઓને ગઈ. આ એજન્સીઓમાં જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ પંચાયત પ્રમુખની પત્ની, તેમના ભત્રીજા અને ડ્રાઈવરના નામે નોંધાયેલી એજન્સીઓનો સમાવેશ થાય છે.

કાગળ પરના કામો, વાસ્તવમાં ગેરહાજરચાવડાએ ચોંકાવનારા ઉદાહરણો આપ્યા:

 

  • કેટલશેડનું કામ: એક લાખ ચાર હજારના ખર્ચ સામે માત્ર બેસો છપ્પન રૂપિયા (એક મજૂરને) ચૂકવાયા.

 

  • સિંચાઈ કૂવો: બે લાખ નવ હજારના ખર્ચમાં પાંચસો બાવન રૂપિયા (બે મજૂરોને) ચૂકવાયા, બાકીની રકમ મટીરિયલ એજન્સીને.

 

  • માટી મેટલ રસ્તો (મસાબર): ત્રણ લાખ ઓગણઆંઠ હજારના ખર્ચ સામે બેસો છપ્પન રૂપિયા લેબરને, બાકી મટીરિયલમાં.

 

  • બોરનું કામ (ખાખરીયા): બે લાખના ખર્ચમાં પાંચસો બાવન રૂપિયા લેબરને, બાકી એજન્સીને. આ દર્શાવે છે કે, કામો ફક્ત કાગળ પર થયા, વાસ્તવમાં નહીં.

 

*ભાજપના નેતાઓના જ નિવેદનો ટાંક્યા*: ચાવડાએ ભાજપના નેતાઓના નિવેદનો ટાંકીને આરોપ મજબૂત કર્યા. ભરૂચના સાંસદ, અમરેલીના દિલીપભાઈ સંઘાણી અને પાટણના કે. સી. પટેલે તલાટીથી લઈને મંત્રીઓ અને ભાજપ કાર્યાલય સુધી ભ્રષ્ટાચારની સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો. ચાવડાએ કહ્યું, “ભાજપના નેતાઓ પોતે ભ્રષ્ટાચારનો સ્વીકાર કરે છે, પણ સરકાર તપાસ કરતી નથી.”

 

*ઈડી અને આવકવેરાની નિષ્ક્રિયતા પર સવાલ:* ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધતા પૂછ્યું, “જ્યારે ભાજપના નેતાઓ લૂંટ ચલાવે છે, ત્યારે ઈડી (અમલીકરણ નિયામક) અને આવકવેરા (ઈન્કમટેક્સ) ક્યારે કાર્યવાહી કરશે?” તેમણે ભાજપની ડબલ એન્જિન સરકાર પર આક્ષેપ કર્યો કે, “ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે, અને પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ થઈ રહી છે.”

 

*કોંગ્રેસની કાર્યવાહી અને સરકારની નિષ્ક્રિયતા:* કોંગ્રેસે આ મુદ્દે લેખિત રજૂઆત, પ્રેસ કોન્ફરન્સ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપ્યું, પરંતુ સરકારે હજુ સુધી તપાસના આદેશ કે એસઆઈટી (વિશેષ તપાસ ટીમ)ની રચના કરી નથી. ચાવડાએ છેલ્લા દસ વર્ષના મનરેગા કામોની તપાસની માંગ કરી, ખાસ કરીને જાંબુઘોડા, શહેરા અને મોરવાહડફ તાલુકાઓમાં, જ્યાં મટીરિયલ ખર્ચ વધુ દર્શાવાયો છે.

 

*અપીલ અને આક્ષેપ*: ચાવડાએ આ કેન્દ્ર પુરસ્કૃત યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની ઉચ્ચ સ્તરીય તપાસની અપીલ કરી અને ભાજપના કૌભાંડી નેતાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી. તેમણે રાજ્ય સરકારની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા અને જનતાના પૈસાની લૂંટ અટકાવવા તાત્કાલિક પગલાંની જરૂરિયાત દર્શાવી.

 

(9:28 AM IST)