News of Wednesday, 4th June 2025
નર્મદા જિલ્લામાં સગીર બાળકી અને અસ્થિર મગજ ની મહિલા પર બળાત્કાર
૧૪ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી છ માસથી બળાત્કાર કરાયો, અસ્થિત મગજની મહિલાને 13 અઠવાડિયાની ગર્ભવતી બનાવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં બનેલા બે બનાવો માં એક સગીર વયની બાળકી અને અસ્થિ મગજની મહિલા સાથે શારીરિક સુખ માણનાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકાના સાકવા ગામ માં સાકવા ગામમાં બનેલી ઘટના મા હવસખોર વિશાલભાઇ દિનેશભાઇ તડવી (રહે.બોરીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓએ એક સગીર વયની દિકરી ઉમર ૧૪ વર્ષ ૭ માસ, ૧૭ દિવસ ને એક વર્ષથી પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી છેલ્લા છ માસથી તેની સાથે અવારનવાર શારીરીક સબંધ બાંધી ગુનો કરતા રાજપીપળા પોલીસે પોક્સો નો ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજી ઘટના એકતાનગર પાસે બની જેમાં કોઈ અજાણ્યો પુરુષ ભોગબનનાર અસ્થિર મગજની માનસિક નબળી હોવા છતા તેનો લાભ લઈ તેણી સાથે શારીરિક સબંધ બાંધી બળત્કાર કરી હાલમાં ૧૩ અઠવાડીયાની ગર્ભવતી બનાવતા સલામતી પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ બળાત્કાર નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
