તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
અમદાવાદમાં રથયાત્રા પહેલાં ૧૧ જૂને નીકળશે જળયાત્રા
વર્ષમાં એકવાર ગજવેશમાં જોવા મળશે ભગવાનઃસાબરમતી નદીમાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે

અમદાવાદ, તા.૪
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા ૨૭ જૂને નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયારી શરૃ કરી દેવામાં આવી છે. જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં ભગવાનનો જળાભિષેક કરવાનો છે, ત્યારે ભગવાનને ગજવેશ ધારણ કરીને વર્ષમાં એક વખત કરવામાં આવતી જળયાત્રા આગામી ૧૧ જૂનના રોજ નીકાળવામાં આવશે.
અમદાવાદમાં મિની રથયાત્રા તરીકે ઓળખાતી જળયાત્રા આગામી ૧૧ જૂનની સવારે ૮ વાગ્યે હાથી, બેન્ડવાજા, ધજા પતાક, ભજન મંડળી સાથેની શોભાયાત્રા મંદિરેથી નીકળીને સાબરમતી નદીના ભુદર ખાતે પહોંચશે અને નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી, મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
સાબરમતી નદી કિનારે ગંગા પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ મહંતોની હાજરીમાં ૧૦૮ કળશમાં નદીના જળ ભરીને મંદિરે લાવવામાં આવશે.
જ્યારે ભગવાનનો ભવ્ય જળાભિષેક કર્યા બાદ ભગવાનને ગજવેશ પહેરવામાં આવશે. અંતે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી ત્રણેય મામાને ઘરે જશે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
