<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

આખરે તંત્ર જાગ્યું : અમદાવાદના નાગરિકો હવે પ્રાથમિક સુવિધા સમયસર ન મળતી હોય તો ફરિયાદ કરી શકશે.

ઠરાવના 10 વર્ષ બાદ AMC દ્વારા ઝોનલ ઓફિસમાં નળ ગટર રસ્તાને લગતી ફરિયાદો માટેના ફોર્મ મૂકવામાં આવ્યા

અમદાવાદના નાગરિકો હવે પ્રાથમિક સુવિધા સમયસર ન મળતી હોય તો તે અંગે ફરિયાદ કરી શકશે. ઠરાવના 10 વર્ષ બાદ AMC દ્વારા ઝોનલ ઓફિસમાં નળ ગટર રસ્તાને લગતી ફરિયાદો માટેના ફોર્મ મૂકવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા આખરે રહી રહીને જાગ્યું છે. વર્ષ 2010 ઠરાવ કર્યો હતો જેનો અમલ હવે થઈ રહ્યો છે..અમદાવાદના નાગરિકોને પ્રાથમિક સુવિધા અંગે અનેક ફરિયાદો થતી હોય છે. જે ફરિયાદ કરી હોય તેનો સમયસર નિકાલ નથી થતો. આ ફરિયાદ ફોર્મથી જે તે વિભાગની ફરિયાદ નાગરિક કરી શકશે. જન્મ મરણના દાખલા, મિલકતના ટેક્સબિલમાં નામ સુધારણા, નવી આકારણી, બીયુ પરમિશન, પાણીનું કનેક્શન સહિત 27થી વધારે સેવામાં કોઈ કામ નિયત સમયમર્યાદામાં નહિ કરનાર જવાબદાર કર્મચારી કે અધિકારી સામે  કાર્યવાહી થશે. નાગરિકે સમયમર્યાદામાં પૂર્ણ ન થવા અંગે આ ફોર્મને ભરીને અપીલ અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહશે. 155303 નંબર ઉપર પણ ફરિયાદો થતી હતી જેમાં 20% ફરિયાદોનું નિવરણ કર્યા વગર જ ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવતી હતી તે ફરિયાદને પણ હવે રિ ઓપન કરવામાં આવશે. 

ફરિયાદ ફોર્મને લઈ વિપક્ષના નેતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમદાવાદ મનપાનું રૂ 15 હજાર કરોડનું બજેટ છે છતાં અમદાવાદની જનતાને પ્રાથમિક સુવિધા નથી મળતી. નળ ગટર અને રસ્તાની ફરિયાદો માટે ધક્કા ખાવા પડે છે. ફરિયાદના નિવારણ વગર જ ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવે છે. ઓનલાઈન ફરિયાદની સુવિધા છે છતાં કોઈ કામગીરી નથી થતી. ફોર્મ બહાર પાડી નાગરિકોને સુવિધા ના મળતી હોય તો ફરિયાદ કરવાની વાત કરે છે. લાખો ફરિયાદના નિકાલ નથી થતો અને ફોર્મ ભરવાની વાત જે નાગરિકોને ગુમરાહ કરે છે. અધિકારીઓ દ્વારા જનતાના સંપર્ક કરી ફરિયાદ લેવી જોઈએ નહીં કે ફોર્મ ભરવાના ગતકડા કરવા જોઈએ. સ્માર્ટ સિટી અમદાવાદમાં નાગરિકોને પ્રાથમિક સુવિધા માટે અનેક પ્રશ્નો થતા હોય છે ત્યારે આ ફરિયાદ ફોર્મથી નાગરિકોના પ્રશ્નો દૂર કરવામાં ઢીલી નીતિ રાખનાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું .

(8:48 PM IST)