<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

ખેડબ્રહ્મામાં બંધ મકાનમાં ચોરી :દાગીના વેચાણ માટે નીકળેલ સાઢુ ઘરફોડ ચોરીનો આરોપી હોવાનો ખુલાસો

પરિવાર વેકેશનમાં બહાર ગયો હોય સાઢુએ પોતાના જ સાઢુના મકાનને નિશાન બનાવી 2.50 લાખ કરતાં વધુ રોકડ સહિત સોના-ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો

સાબરકાંઠાઃ ખેડબ્રહ્માના વાસણા રોડ પરની જલારામ સોસાયટી નજીક રાત્રિના સમયે બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી. પરિવાર વેકેશનમાં બહાર ગયો હોવાની તકનો લાભ ઉઠાવી સાઢુએ પોતાના જ સાઢુના મકાનને નિશાન બનાવી 2.50 લાખ કરતાં વધુ રોકડ સહિત સોના-ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો. મકાનમાલિકે ખેડબ્રહ્મા પોલીસ મથકે ચોરી થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે અલગ અલગ ટિમો બનાવી અજાણ્યા ઇસમોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. જો કે, સોનીને ત્યાં દાગીના વેચાણ માટે પહોંચેલો સાઢુ ઘરફોડ ચોરીનો આરોપી હોવાનો ખુલાસો થયો છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ચોરીનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વાસણા રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં એક બંધ મકાનમાંથી 5.50 લાખથી વધુના મુદામાલની ચોરી થઈ હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે, ચોરી કોઈ અજાણ્યા તસ્કરો નહીં, પરંતુ મકાનમાલિકના સાઢુએ જ કરી છે. ત્યારે ખેડબ્રહ્મા પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવનાર સુરેશભાઈ પ્રજાપતિનો સાઢુ તેમજ તેનો મિત્ર ઘરફોડ ચોરીના આરોપીના નીકળતા સાઢુ-સાઢુના સંબંધોમાં તિરાડ પડી છે.

પોતાના સાઢુએ પહેલાથી જ કાવતરું રચ્યું હતું અને પરિવાર બહાર ફરવા ગયાની તકનો લાભ ઉઠાવી બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. રોકડ અને દાગીના સહિત 5.50 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો. બંધ મકાનમાં ચોરીની ઘટના બની ત્યારે મકાનમાં રહેતો પરિવાર બહારગામ ગયો હતો. તસ્કરોએ બંધ મકાનનો લાભ ઉઠાવી અંદર પ્રવેશ કર્યો અને રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.

(8:41 PM IST)