<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો : જાણો 19 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 19 માર્કેટ યાર્ડમાં કુલ 7,406.80 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 19 માર્કેટ યાર્ડમાં કુલ 7,406.80 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 255 રૂ. અને નીચો ભાવ 41 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય નડિયાદમા 400 રૂ., સુરતમાં 380 રૂ., પાદરામાં 360 રૂ., અમદાવાદમાં 320 રૂ., રાજકોટમાં 255 રૂ., ગોંડલમાં 216 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 7,406.80 ટન ડુંગળીની આવક થઇ છે.

(7:58 PM IST)