તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
આગામી 10 જૂન સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે ,આજે સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા : હવામાન વિભાગનું અનુમાન
ગુજરાતમાં બે ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદી માહોલ , ચોમાસું મુંબઇથી આગળ વધી રહ્યું નથી જેના પગલે રાજયમાં ચોમાસાની શરૂઆત નર્ધારિત સમય કરતા મોડી

અમદાવાદ તા.૪ : ગુજરાતમાં બે ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસું મુંબઇથી આગળ વધી રહ્યું નથી જેના પગલે રાજયમાં ચોમાસાની શરૂઆત નર્ધારિત સમય કરતા મોડી થાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી 10 જૂન સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. આજે સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, આજે 4 જૂન 2025ના રોજ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે. જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, ખેડા, વડોદરા અને કચ્છ સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
5 અને 6 જૂન 2025ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
