<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

અમદાવાદના કઠવાડા ઇસ્કોન મંદિરમાં કામ કરતા યુવકનો આપઘાત:મોબાઈલમાં સુસાઇડ નોટ મળી

પરિવારના સભ્યોએ કહ્યું કે અમને સુસાઇડ નોટ મોબાઇલ ડીલેટ બોક્સમાંથી મળી આવી હતી,અમને રેખાબેન પ્રજાપતિ તેમજ લતા ગોહેલ અને ઇસ્કોન મંદિરવાળા ઉપર શંકા જાય છે

અમદાવાદ : કઠવાડા ઇસ્કોન મંદિરમાં કામ કરતા એક યુવકે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે આત્મહત્યાનું રહસ્ય ઘેરું બન્યું છે  નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરતા કિરણ કંટેશરીયાએ જણાવ્યું કે, હું મૃતક જતીન કુમાર ભાખુલાલ દલસાણીયાનો બનેવી છું. મારા સાળા જતીને તારીખ 27 ફેબ્રુઆરી 2025ના રોજ ઇસ્કોન કઠવાડા ખાતે 9 વાગ્યાની આસપાસ એસિડ પીધેલ હતું. આ ઘટના અંગેનો કોલ ભુખાલાલ દલસાણીયાને આવેલ હતો. તેથી બધા લોકો સેલ્બી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. ત્યારબાદ દર્દીને વધુ સારવાર માટે 28 ફેબ્રુઆરીના રોજ એસએમએસ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ હતો. ત્યારબાદ તબીયતમાં સુધારો થતા 12 માર્ચના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવેલ હતો.

19 માર્ચના ફરી તેમને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યા સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું.

પરિવારના સભ્યએ વધુમાં જણાવ્યું કે, જતીને અમને લોકોને કહ્યું હતું કે, ઇસ્કોન મંદિર વાળાની ધમકી અને બીકના કારણે અત્યાર સુધી હું કંઇ બોલી શક્યો નથી. તેમજ પરિવારના સભ્યોએ જણાવ્યું કે, અમને સુસાઇડ નોટ જતીનના મોબાઇલ ડીલેટ બોક્સમાંથી મળી આવી હતી. તેમજ અમને રેખાબેન પ્રજાપતિ તેમજ લતા ગોહેલ અને ઇસ્કોન મંદિરવાળા ઉપર શંકા જાય છે. તેમજ તે બાબતના પુરાવા પણ છે. પરિવાર હવે પોલીસ પાસે આ બાબતે ન્યાયની માંગણી પણ કરી રહી છે. મૃતકના પરિવારમાં તેમના માતા-પિતા જ છે

(6:52 PM IST)