તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
અમદાવાદમાં ફરી કોરોનાએ સ્પીડ પકડી: એક જ દિવસમાં 60 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ : બે નવા વોર્ડ શરૂ કરાયા
અમદાવાદમાં હાલમાં કોરોનાના કુલ 241 કેસ એક્ટિવ : શારદાબેન તથા એસવીપી હોસ્પિટલમાં કોરોનાનો વોર્ડ ફરી શરૂ કરી દેવાયો

અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ સ્પીડ પકડી છે. ચોમાસું આવતાની સાથે જ સિઝનલ રોગચાળાની સાથે સાથે હવે કોરોનાએ પણ માઝા મુકી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. અમદાવાદમાં એક જ દિવસમાં 60 કેસ નોંધાયા છે. અમદાવાદમાં હાલમાં કોરોનાના કુલ 241 કેસ એક્ટિવ છે.
ગઇ કાલે ગુજરાતમાં કુલ 98 કોરોનાનાં કેસ નોંધાયા હતા જ્યારે એક મહિલા તથા એક યુવતીનું મોત નિપજ્યું હતું. કોરોના ફરી એકવાર ગુજરાતમાં સ્પીડ પકડી રહ્યો છે ગુજરાતમાં જેટલા કેસ છે તેનાં અડધો અડધથી વધારે કેસ તો માત્ર અમદાવાદમાં જ એક્ટિવ છે. 3 વર્ષ બાદ કોરોનાને કારણે જે મોત નોંધાયા છે તે પણ અમદાવાદમાં જ નોંધાયા છે.
અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ સ્પીડ પકડી છે. ચોમાસું આવતાની સાથે જ સિઝનલ રોગચાળાની સાથે સાથે હવે કોરોનાએ પણ માઝા મુકી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. અમદાવાદમાં એક જ દિવસમાં 60 કેસ નોંધાયા છે. અમદાવાદમાં હાલમાં કોરોનાના કુલ 241 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના ગલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ દોડતું થયું છે. શારદાબેન તથા એસવીપી હોસ્પિટલમાં પણ કોરોનાનો વોર્ડ ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સામાન્ય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, શંકાસ્પદ કાંઇ પણ જણાય તો તત્કાલ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવે. જો તે વ્યક્તિ બેદરકાર હોય તો આસપાસનાં લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, કોર્પોરેશનને જાણ કરવામાં આવે. જો કોરોના પોઝિટિવ આવે અને તે વ્યક્તિને અન્ય પણ ગંભીર પ્રકારનાં રોગો હોય અથવા તો તે ઉંમર લાયક હોય તો તત્કાલ હોસ્પિટલમાં દાખલ થવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
