તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
પાલનપુરથી ભુજ જતી રામાણી ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસમાં રાપરના કાનમેર નજીક આગ ભભૂકી ઉઠતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
તમામ મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કઢાયા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં સૌની નજર સમક્ષ બસ સળગીને રાખ થઇ ગઈ

ભુજ તા.૩ : કચ્છના સીમાવર્તી રાપર નજીકના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૨૭ પર મંગળવારે વહેલી સવારે પાલનપુરથી ભુજ તરફ આવી રહેલી રામાણી ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસમાં રાપરના કાનમેર નજીક આગ ભભૂકી ઉઠતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.
ધુમાડાને ઉઠતા જોઈને ચાલકે બસને તાત્કાલિક રોકી દીધી હતી અને અંદર રહેલા તમામ મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉતારુઓ બહાર નીકળ્યા પછી ગણતરીની મિનિટોમાં જ ધડાકા સાથે બસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં સૌની નજર સમક્ષ બસ સળગીને રાખ થઇ હતી. બનાવની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમ, ગાગોદર પોલીસ અને ગેલ કંપનીના ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચીને આગને ઠારી હતી.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
