તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
મોંઘીદાટ કારનું કલેક્શન હોવા છતાં આ ૭૦ વર્ષીય ઉદ્યોગપતિ કરે છે સાઈકલની સવારી
આજે પણ તેઓ દરરોજ સવારે ૫.૪૫ કલાકે ઉઠીને ૩૦-૪૦ કિમી સાઇકલ ચલાવે છે.

સુરત તા.૨: આજે વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી થઈ રહી છે. નિયમિત સાઇકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત રહે છે અને સાથે સાથે આર્થિક તેમજ પર્યાવરણની દ્રષ્ટિએ પણ લાભદાયી છે. સુરતના ૭૦ વર્ષીય સુરેશ જરીવાલા ટેક્સટાઈલ ટાયકૂન છે. તેઓ ફિટનેસ માટે સાઇકલ ચલાવે છે. આ સાઇકલ પણ આજની મોર્ડન સાઇકલ નહીં પરંતુ ૩૦ વર્ષ જૂની એટલસ સાઇકલ છે. તેઓ ૧૯૭૨થી આમ કરી રહ્યા છે. જરીવાલા પાસે અનેક કારનું શાનદાર કલેક્શન છે તેમ છતાં સાઇકલ ચલાવવાનું પસંદ કરે છે.
સુરેશ જરીવાલા ૧૯૭૨થી સાઇકલ ચલાવે છે, તે સમયે તેમની ફેકટરી સુરતમાં હતી અને ત્યારથી દરરોજ સાઇકલ ચલાવે છે. ૧૯૮૨માં ફેક્ટરી શિફ્ટ થયા બાદ પણ તેમણે સાઇકલ ચલાવવાનું ન છોડ્યું. તેમનું ઘર સુરતના સલાબતપુરામાં હતું. તેઓ ૩ કિલોમીટર સાઇકલ ચલાવીને સુરત સ્ટેશન આવતા અને ત્યાંથી ટ્રેનમાં અંકલેશ્વર જતા હતા. અંકલેશ્વર સ્ટેશન પર તેઓ અન્ય સાઇકલ રાખતા હતા, જેનાથી તેઓ ૪ કિલોમીટર દૂર ફેક્ટરી પર જતા. તેમનો આ નિત્યક્રમ હતો.
આપણ વાંચોઃ શરીરને બીમારીનું ઘર બનાવે છે પામ ઓઈલ, જાણો તેના સેવનથી થાય છે કેવું નુકસાન
૧૯૯૦ના દાયકામાં તેમણે ૨૦૦૦ રૂપિયામાં એટલસ સાઇકલ ખરીદી હતી. તે એક સાધારણ, ભારે અને ટકાઉ મોડલ હતું. તેઓ આજે પણ આ સાઇકલ ચલાવે છે. ૩૦ વર્ષ બાદ પણ સાઇકલ સારી સ્થિતિમાં છે.
જરીવાલા ચાર ભાઈઓમાં સૌથી નાના છે અને તેમના ઘરમાં ૨૨ લોકોનો સંયુક્ત પરિવાર છે. તેમના સૌથી મોટાભાઈની ઉંમર ૮૦ વર્ષ છે, જ્યારે સૌથી નાના પૌત્ર-પૌત્રીની ઉંમર ૩ વર્ષ છે. જરીવાલ ૧૦,૦૦૦ સ્ટેપ ચાલે પણ છે, ઉપરાંત દોડ અને મેરાથોનમાં પણ ભાગ લે છે. વર્ષમાં એક વખત ૩૦૦ કિમી સાઇકલ ચલાવીને શિરડી પણ જાય છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
