તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
આપણેએ યાદ કરીએ કે અસલી તાકાત સ્વાસ્થ્ય પસંદ કરવામાં છે નહીં કે લત કે વ્યસનમાં
અધિક નિયામક પરિવાર કલ્યાણ ગાંધીનગર ડો. નયન જાનીની ઉપસ્થિતિમાં તમાકુ વિરોધી શપથ લેવડાવવામાં આવ્યા : તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે પોપેટ શો દ્વારા જનજાગૃતિ કરાઇ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : તમાકુના વ્યસનના કારણે અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર દેશમાં અનેક લોકો મૃત્યુના મુખમાં ધકેલાય રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં જો વ્યસનનું પ્રમાણ વધે તો વધુ ગંભીર પરિણામો આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી અંતર્ગત ખાસ તમાકુ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અધિક નિયામક પરિવાર કલ્યાણ ગાંધીનગર ડો. નયન જાનીની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈ દ્વારા તમાકુ વિરોધી શપથ લેવડાવવામાં આવ્યા અને લોકોને વ્યસન મુક્ત બનવા માટે અપીલ કરવામાં આવી હતી. તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ દ્વારા પોપેટ શો દ્વારા વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
અધિક નિયામક પરિવાર કલ્યાણ ગાંધીનગર ડો.નયન જાનીએ સી.એમ.એમ ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિશ્વ તમાકુ નિષેધ દિવસે, આપણે એ યાદ કરીએ કે અસલી તાકાત સ્વાસ્થ્ય પસંદ કરવામાં છે, નહીં કે લત કે વ્યસનમાં. તમારું ભવિષ્ય તમાકુ ઉદ્યોગો ના લક્ષ ને ખુલ્લું પાડવાનું છે— કારણ કે તેમને ખબર છે કે યુવા ઓ માં બદલાવ લાવવાની શક્તિ છે. તમાકુને કહો ના અને જિંદગીને કહો હા, તંદુરસ્ત શરીરને એકાગ્ર મન હોય તો એક ઉજ્જવળ ભવિષ્ય છે. તમારા આજના નિર્ણયો આવતીકાલનો વિશ્વ ઘડે છે. હિંમત બતાવો, જાગૃત રહો અને એ પેઢી બનો જે તમાકુનો અંત લાવે. તમારું આરોગ્ય બચાવો. તમારા સપનાઓ જીવંત રાખો. શક્તિ તમારા હાથમાં છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
