તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
આજે ફાઈનલ અગાઉની એક કલાક પહેલા વરસાદની શક્યતાઃ રિઝર્વ-ડે

અમદાવાદઃ મેચના સમયે અમદાવાદમાં હવામાન આંશિક વાદળછાયું રહેવાનું અનુમાન છે. તાપમાન ૩૧ડીગ્રી આસપાસ, ભેજ ૬૦% અને પવન ૧૯ કિમી/કલાકની ઝડપે ફૂંકાશે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, વરસાદની ૧૫% જેટલી શકયતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને, મેચ શરૂ થવાના એક કલાક પહેલા (સાંજે ૬ વાગ્યા આસપાસ) વરસાદની શકયતા ૫૧% જેટલી ઊંચી છે, જોકે મેચ શરૂ થયા બાદ તે ઘટીને ૫% અને પછી ૨% થઈ જશે તેવું કહેવાય છે.
આજે મંગળવારે વરસાદ પડે અને મેચ શરૂ ન થઈ શકે અથવા પૂરી ન થઈ શકે, તો ફાઇનલ માટે ૪ જૂન (બુધવાર) ના રોજ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. આ નિયમ ટીમો અને ચાહકો માટે મોટી રાહત છે, કારણ કે ફાઇનલ અનિર્ણિત રહે તે ક્રિકેટના ચાહકોને કયારેય પસંદ નથી.
પરંતુ, અહીં જ વાર્તામાં ટ્વિસ્ટ આવે છે! જો બુધવારે રિઝર્વ ડે પર પણ હવામાન કે અન્ય કોઈ સંબંધિત પરિસ્થિતિઓને કારણે મેચ પૂરી ન થઈ શકે, તો પોઈન્ટ ટેબલમાં ઉચ્ચ સ્થાન મેળવનારી ટીમને ચેમ્પિયન જાહેર કરવામાં આવશે. અને અહીં જ પંજાબ કિંગ્સને અણધાર્યો ફાયદો મળી શકે છે!
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
