<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ગુજરાતમાં આદિજાતિના ગરીબ સભ્યોને કોર્ટ ફીમાંથી મુક્તિ

BPL કાર્ડધારક આદિવાસીઓને 2027 સુધી કાયદાકીય પ્રક્રિયામાં રાહત

 

ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના અનુસૂચિત જનજાતિ (આદિજાતિ) ના સભ્યો કે જેઓ ગરીબી રેખા નીચે (BPL) જીવન જીવે છે, તેમને કોર્ટ ફી ભરવામાંથી મુક્તિ આપતો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
કાયદા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી અધિસૂચના અનુસાર, 1લી એપ્રિલ, 2025 થી 31મી માર્ચ, 2027 સુધી, બંધારણના અનુચ્છેદ 342 હેઠળ ગુજરાત સંબંધિત અનુસૂચિત જનજાતિ તરીકે ગણાતા અને BPL કાર્ડ ધરાવતા આદિવાસી સમુદાયો ના સભ્યોને ન્યાયની કોઈપણ અદાલતમાં રજૂ કરાયેલા દસ્તાવેજો પર લાગતી કોર્ટ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ નિર્ણય ગુજરાત કોર્ટ ફી એક્ટ, 2004 ની કલમ 46 હેઠળ લેવામાં આવ્યો છે. આ પહેલથી આદિવાસી સમુદાયોને કાયદાકીય પ્રક્રિયામાં રાહત મળશે અને ન્યાય મેળવવામાં મદદરૂપ થશે.

(3:42 PM IST)