<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

મેં અપહરણ સાથે ૬ વર્ષની બાળકી સાથે દુષ્‍કર્મ કરી પથ્‍થરથી હત્‍યા કરી છે આરોપીના ધડાકાથી સુરત ગ્રામ્‍ય પોલીસ હચમચી ઉઠી

સુરત ગ્રામ્‍ય વિસ્‍તારના કડોદરાની વાયરલ ઘટનામાં બાળકીના વાલીઓ અને ખુદ પોલીસને પણ અંદાજ નહતો કે ચોકલેટની લાલચમાં આવું ધળણાસ્‍પદ કળત્‍ય કર્યુ છે : સામાન્‍ય પરિવારની માસૂમ બાળકીનો ઝડપથી પતો મેળવવા રેન્‍જ આઈજી પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્‍ય પોલીસ વડા હિતેષ જોયસર એક્‍ટિવ બનેલ. આખા સાઉથ ગુજરાતમાં મોટુ નેટવર્ક ધરાવતા પીઆઇ ભાવિક શાહ ટીમની જહેમત ફળી. આરોપી બે કલાકમાં ઝબ્‍બે

રાજકોટ તા.૨: સમગ્ર ગુજરાતમાં ચકચાર સાથે અરેરાટી ફેલાવનાર સુરત ગ્રામ્‍યની હદમાં આવેલ કડોદરા જીઆઈડીસી વિસ્‍તારમાં ૬ વર્ષની સામાન્‍ય પરિવારની બાળકીનું અપહરણ, દુષ્‍કર્મ અને પથ્‍થર વડે હત્‍યા કરવાના ચકચારી મામલામાં પોલીસ દ્વારા ફરિયાદ થયાના બે કલાકમાં આરોપી પકડાઈ ગયો હોવા સાથે આરોપી દ્વાર જ પોલીસની આગવી ઢબની પૂછપરછમાં આરોપી દ્વાર જ દુષ્‍કર્મ અને હત્‍યા થયાની કબૂલાત આપવામાં આવી છે તેમ અકિલા સાથેની વાતચીતમાં સુરત કડોદરા જીઆઈડીસી  વિસ્‍તારના પીઆઇ ભાવિક શાહ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.                           

સર્વ પ્રથમ તો બાળકીના વાલી દ્વાર પોતાની પુત્રી સવારથી ગુમ હોવાની કબૂલાત સાથે કેટલીક શંકા વ્‍યક્‍ત કરેલ. માસુમ બાળકીના અપહરણનો મામલો હોવાથી રેન્‍જ વડા પ્રેમવીરસિંહ અને ડીઆઈજી લેવલના સુરત ગ્રામ્‍ય વડા હિતેષ જોયસર એકશનમાં આવ્‍યા હતા. અને તપાસ અંગે માર્ગદર્શન આપેલ.

એલસીબી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર દરજ્જે સાઉથ ગુજરાતમાં મોટું બાતમીદાર વર્તુળ ધરાવતાં પીઆઇ ભાવિક શાહ દ્વારા આરોપીનો તાત્‍કાલિક ઝડપી લીધો હતો.  પોલીસ ટીમ દ્વારા આરોપીની સૌરાષ્‍ટ્રની આગવી ઢબની સરભરા કરતા આરોપી દ્વારા પોલીસનો તાપ સહન કરી શકયો નહીં અને ધડાકો કરતાં જણાવેલ કે પોતે બાળકી સાથે દુષ્‍કર્મ કરી તેની પથ્‍થર વડે હત્‍યા  કરી છે. પોલીસ પણ આવા અરેરાટીભર્યા કળત્‍યથી આઘાત પામી હતી. તુર્ત ઘટના સ્‍થળે પોહચી હતી. બાળકીના પરિવારને જાણ થતાં તેમના માથે આભ તૂટી પડ્‍યું હતું.

(2:29 PM IST)