<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

આખરે નંદેસરી બળાત્કારના ગુનામાં નાસતાં ફરતાં કોંગ્રેસ નેતાના પુત્ર અનિરુધ્ધસિંહ ગોહિલ પકડાયો

છેલ્લા 15 દિવસથી ફરાર હતો:તેણે 21 વર્ષિય યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી:યુવતીની મરજી વિરુધ્ધ જઈ ગર્ભપાત કરાવ્યો હતો

વડોદરાના નંદેસરી પોલીસે બળાત્કારના ગુનામાં નાસતાં ફરતાં કોંગ્રેસ નેતાના પુત્ર અનિરુધ્ધસિંહ ગોહિલને અંતે દબોચી લીધો છે. તે છેલ્લા 15 દિવસથી ફરાર હતો. ત્યારે પોલીસેને દબોચી લેવામાં સફળતા મળી છે. તેણે 21 વર્ષિય યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી. સાથે સાથે યુવતની મરજી વિરુધ્ધ જઈ ગર્ભપાત કરાવ્યો હતો.

વડોદારા જીલ્લાના નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા બળાત્કાર અને એટ્રેસિટીના ગુનામાં અનિરૂધ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (રહે-નંદેસરી ગામ તા-જી વડોદરા) ને ફાજલપુરથી ઝડપ્યો છે. યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મનો ભોગ બનાવી હતી. યુવતી ગર્ભવતી બનતાં જબરજસ્તથી ગર્ભપાત કરાવ્યો હતો. હાલ નંદેસરી પોલીસની વિવિધ ટીમોએ આરોપીને ઝડપી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 26 વર્ષિય અનિરુદ્ધસિંહ વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલનો પુત્ર છે.

 

21 વર્ષિય દુષ્કર્મ પીડિતાએ કહ્યું હતુ કે અનિરુદ્ધના મામાના છોકરા જયદીપે મારો મોબાઇલ નંબર અનિરુદ્ધને આપ્યો હતો, જેથી હું અને અનિરુદ્ધ છેલ્લાં બે વર્ષથી સંપર્કમાં આવ્યાં હતાં. અનિરુદ્ધે મને અનગઢ ખાતે આવેલા મસાણી માતાના મંદિર પાસે બોલાવી હતી અને મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને મારી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. મેં તેને એમ પણ કહ્યું હતું કે હું પોલીસ ફરિયાદ કરી દઈશ, જેથી તેણે મને લગ્ન કરવા માટેનો વાયદો કર્યો હતો અને બેથી ત્રણ વખત મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ હું પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, જેથી હું હોસ્પિટલમાં ગઈ હતી અને રિપોર્ટ કરાવીને અનિરુદ્ધને બતાવ્યા હતા. જે બાદ બળજબરીથી અનિરુધ્ધસિંહે ગર્ભપાત કરાવ્યો હતો.

(1:12 PM IST)