તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે અમદાવાદમાં બે મહિલાના મોત
રાજયમાં એકટીવ કેસનો આંકડો ૩ર૦ને પારઃ સૌથી વધુ અમદાવાદમાં ૧૬૩ દર્દી : એલજી હોસ્પીટલમાં કોવીડની સારવાર દરમિયાન ૧૮ તથા ૪૬ વર્ષીય સ્ત્રી દર્દીનું મૃત્યુ

અમદાવાદ, તા. રઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગઈકાલે પહેલી જૂનની સ્થિતિએ કોરોનાના એકિટવ કેસ ૩૨૦ને પાર થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા ૫૫ કેસ નોંધાયા છે. અમદાવાદની એલજી હોસ્પિટલમાં કોરોનાથી ૧૮ તેમજ ૪૬ વર્ષીય મહિલા દર્દીનું મોત નોંધાયા છે. ગુજરાતમાં ૧૬ જેટલા શહેર જિલ્લામાં કોરોનાની ફરી એક વાર એન્ટ્રી થઈ છે. સૌથી વધુ ૧૬૩ એકિટવ કેસ અમદાવાદ શહેરમાં છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં કોરોનાથી બે દર્દીના મોત નોંધાયા છે. અમદાવાદની એલજી હોસ્પિટલમાં કોવિડની સારવાર દરમિયાન ૪૬ વર્ષીય મહિલા દર્દીએ દમ તોડ્યો છે. જયારે અન્ય એક ૧૮ વર્ષીય મહિલાઓનું પણ કોરોનાના કારણે મૃત્યુ થયું છે. ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, સૌથી વધુ એકિટવ કેસ મામલે ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં નવા ૫૫દર્દી નોંધાતાં એકિટવ કેસનો આંકડો ૩૨૦ને પાર થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ દર્દી કોવિડ મુકત થયા છે. વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૧૦૯ જેટલા દર્દી કોવિડ મુકત થયા છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોકટરરાકેશ જોષીએ કહ્યું છે કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યારે ૮ માસની બાળકી અને એક ૪૪ વર્ષીય પુરુષ દર્દી સારવાર હેઠળ છે. આ બંને દર્દીની તબિયત સ્ટેબલ છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોનું કહેવું છે કે, માઈલ્ડ પ્રકારનો કોરોના હોવાથી મોટા ભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. મોટે ભાગે ઓમિકોનના પેટા ટાઈપ વેરિએન્ટ એલએફ.૭.૯ અને એકસએફજી કોવિડ છે, જે માઈલ્ડ તાવ, ખાંસી, શરદી જેવા લક્ષણો ધરાવે છે. લોકોને સર્તક રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.(૬.ર૦)
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
