<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

મોડીસાંજે રાજ્યમાં ચાર તાલુકામાં વરસાદ નોંધાયો : વરસાદના કારણે આઈપીએલની મેચ બે કલાક મોડી

ગાંધીનગરના માણસામાં એક ઇંચ તેમજ કડી . હિંમતનગર અને વિજાપુરમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો

અમદાવાદ : આજે સાંજે 6 વાગ્યા પછી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ છવાયો હતો.

જો અમદાવાદની વાત કરીએ તો, છેલ્લા ત્રણેક દિવસથી પરસેવે રેબઝેબ થતાં શહેરીજનો અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે પણ વહેલી સવારથી ઉકળાટ જોવા મળ્યો હતો. જો કે સાંજે 6 વાગ્યા પછી શહેરના અલગ-અલગ ભાગોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતુ.

એક તરફ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ની ક્વોલિફાયર મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. આજે મેચમાં ટૉસ થયા પછી તરત જ વરસાદ શરૂ થઈ જતાં પિચને કવર કરી દેવામાં આવી હતી. વરસાદના કારણે મેચને પણ બે કલાક મોડી શરૂ થઈ હતી.

અમદાવાદ સિવાય ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. જેમાં ગાંધીનગરના માણસામાં સૌથી વધુ 20 મિ.મી વરસાદ નોંધાયો છે. આ સિવાય મહેસાણાના કડીમાં 10 મિમી., સાબરકાંઠાના હિંમતનગરમાં 3 મિમી અને મહેસાણાના વિજાપુરમાં 1 મિમી વરસાદ વરસ્યો છે.

(11:47 PM IST)