<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી : ભાજપે કડી (SC) બેઠક પર રાજેન્દ્રભાઈ દનેશ્વર ચાવડા અને વિસાવદર પર કિરીટભાઈ બાલુભાઈ પટેલને ઉતાર્યા મેદાનમાં

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બે બેઠકો માટે ઉમેદવારોના નામ પર મહોર મારી : ચૂંટણી જંગ તેજ બન્યો

અમદાવાદ: ગુજરાતમાં આગામી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૫ માટે રાજકીય હડકંપ તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બે મહત્વપૂર્ણ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રવિવારે, ૧ જૂન, ૨૦૨૫ ના રોજ નવી દિલ્હી ખાતે મળેલી બેઠકમાં આ બેઠકો માટે ઉમેદવારોને મંજૂરી આપી હતી, તેમ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી શ્રી અરુણ સિંહ દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
પ્રેસ રિલીઝ મુજબ, ભાજપે ૨૪-કડી (અનુસૂચિત જાતિ – SC) વિધાનસભા બેઠક પરથી શ્રી રાજેન્દ્રભાઈ દનેશ્વર ચાવડાને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. જ્યારે ૮૭-વિસાવદર વિધાનસભા બેઠક પરથી શ્રી કિરીટભાઈ બાલુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
આ જાહેરાત સાથે, ગુજરાતમાં યોજાનારી આ બે બેઠકોની પેટાચૂંટણીનો જંગ વધુ રોમાંચક બન્યો છે. કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ આ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, ત્યારે ભાજપે વહેલી તકે પોતાના પત્તા ખોલી દેતા હવે ચૂંટણી પ્રચાર વધુ વેગ પકડશે.

 

(11:34 PM IST)