News of Sunday, 1st June 2025
અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ વેસ્ટ નાખવા બાબતે બેઇલ કંપનીને નોટિસ 5 લાખનો દંડ: વસૂલવાની પ્રક્રિયા ચાલુ
કંપની પર આક્ષેપ છે, કે કેમિકલ વેસ્ટના નિકાલના કારણે જળ સ્ત્રોતોને નુકસાન કર્યું :વરસાદી કાંસમાં પ્રદૂષિત રાસાયણિક કચરાનો નિકાલ કર્યો હતો જેને લઇ GPCB સાથે નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા હતા

ભરૂચના અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ વેસ્ટ નાખવા બાબતે હવે કાર્યવાહી થઇ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગે બેઇલ કંપનીને નોટિસ ફટકારી છે અને 5 લાખનો દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરી છે. કંપની પર આક્ષેપ છે, કે કેમિકલ વેસ્ટના નિકાલના કારણે જળ સ્ત્રોતોને નુકસાન કર્યું છે. કંપનીએ 29 મેના રોજ વરસાદી કાંસમાં પ્રદૂષિત રાસાયણિક કચરાનો નિકાલ કર્યો હતો. જેને લઇ GPCB સાથે નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ બાદ બેઇલ કંપનીને દંડ ફટકારાયો છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
