તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st June 2025
ગુજરાતના આગામી 6 દિવસ દક્ષીણ ગુજરાત- દક્ષીણ સૌરાષ્ટ્ર વરસાદ શકયતાની લેટેસ્ટ
રાજ્યમાં એક તરફ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે : બીજી તરફ વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 6 દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દમણ અને દાદરા નગરહવેલી, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
3 જૂન સુધી ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અને કચ્છ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેમજ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર ન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
