<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

લોકોની સુરક્ષા માટે : રાજપીપળા શહેરમાં વીજ કંપની દ્વારા 70 જેવા ડી.પી. ફરતે ફાયબરના ફેન્સિંગ નંખાયા

અત્યારસુધી શહેર માં તમામ ફેન્સિંગ પતરાના હતા અને હવે ફાઇબરના નાંખતા કરંટ લાગવાનો ખતરો ટળ્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા શહેર માં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સારી કામગીરી થઈ રહી છે જેમાં ખાસ કરીને આવનારા ચોમાસાને ધ્યાને રાખી લોકોની સુરક્ષા માટે ફાયબરના ફેન્સિંગ લગાવમાં આવ્યા છે

    મળતી માહિતી મુજબ રાજપીપળા શહેરમાં આવનારા ચોમાસામા લોકોની સુરક્ષાને ધ્યાન પર ¹ શહેરની ૭૦ જેવી ડીપીની ફરતે ફેન્સિંગ લગાવમાં આવ્યા છે જોકે ભૂતકાળ માં પણ આ જગ્યા પર ફેન્સિંગ હતા જે પતરાના હતા અને લાંબા સમય થી લાગ્યા હોય મોટાભાગના તૂટી જતા ગાયો ભેંસો અંદર ભરાઈ જતા જોખમ હતું ત્યારે આવનારા ચોમાસા ને ધ્યાને લઈ હાલ માં વીજ કંપની એ તમામ ફાયબર ના ફેન્સિંગ લગાવતા લોકો કે જાનવરો માટે જોખમ ટળ્યું છે.



 

(11:57 PM IST)