<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

ગરૂડેશ્વર બાદ હવે સાગબારામાં બાળકી પર દીપડાનો હુમલો : ૯ વર્ષની બાળકીને દીપડાએ ફાડી નાખી

બે દિવસ પહેલા ગરુડેશ્વર તાલુકામાં 17 વર્ષીય બાળક પર દીપડા એ જીવલેણ હુમલો.કરતા બાળક બચી ગયો હતો પરંતુ સાગબારા તાલુકાની ઘટનામાં બાળકીનું મોત થયું

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લામાં દીપડાની સંખ્યામાં સતત વધારો થયો રહ્યો છે જેમાં ખાસ કરીને નાંદોદ અને તિલકવાડા તાલુકામાં તો મોટા પ્રમાણમાં દીપડા ફરતા જોવા મળે છે પરંતુ હાલમાં સાગબારા તાલુકામાં.ફરતા એક દીપડા એ બાળક નો જીવ લીધો છે
મળતી માહિતી અનુસાર વિશાલભાઈ જયંતભાઈ વસાવા (રહે. કોલવાણ, નદી ફળીયુ.તા. સાગબારા, જીલ્લો નર્મદા) નાઓએ.પોલીસમાં જાણ કર્યા મુજબ તેમની છોકરી શ્રેયલ વિશાલભાઈ જયંતભાઈ વસાવા (ઉ.વ.-૯ ) કોલવાણ ગામની સીમમા આવેલ પુંજરીયાભાઇ વાલજીભાઇ વસાવાના ખેતરના શેઢા ઉપર ઉપર રમતી હતા તે વખતે જંગલી પ્રાણી દિપડાએ અચાનક હુમલો કરી ગળામાં જમણી બાજુ બચકુ ભરી શેરડીના ખેતરમાં ખેચી જઇ ગંભીર પ્રકારની ઇજા કરતા બાળકી નું મોત થયું હતું.
આ ઘટના બાદ ગ્રામજનો માં ભારે રોષ ભરાતા ત્યાં આવેલ પોલીસ અને વન વિભાગ ના કામચારીઓ ને કહ્યું કે દીપડા બાબતે કેટલીય રજૂઆત કરી આવેદન આપ્યા છતાં કોઈજ પગલા લેવાતા નથી એક દીપડો મરે તો દસ વર્ષની સજા થાય તો આ દીકરી ને દીપડા એ મારી નાખી તો તમે શું કર્યું..? ખેડૂતો ને રાત્રે પાણી મળતું હોય પરંતુ આવા ખૂંખાર દીપડા ના ભયે ખેડૂતો ખેતરે જતા પણ નથી.


 

(9:55 PM IST)