<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

જીરાનો સૌથી ઉંચો ભાવ રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં 4451 રૂપિયા બોલાયો : જાણો 29 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 883.51 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 883.51 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં 4451 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં ઉંચો ભાવ 4400 રૂ. અને નીચો ભાવ 3300 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાજકોટમાં 4170 રૂ., ધાનેરામાં 4101 રૂ., હારીજમાં 4060 રૂ., હળવદમાં 4 હજાર રૂ., જામનગરમાં 3990 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 883.51 ટન આવક થઇ છે.

(9:23 PM IST)