તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1442 રૂપિયા બોલાયો : જાણો 23 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 23 માર્કેટ યાર્ડમાં કુલ 997.67 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 23 માર્કેટ યાર્ડમાં કુલ 997.67 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1442 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં મગફળીનો ઉંચો ભાવ 1260 રુ. અને નીચો ભાવ 980 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1406 રૂ., તળાજામાં 1385 રૂ., જામનગરમાં 1372 રૂ., ભાવનગરમાં 1364 રૂ., જૂનાગઢમાં 1200 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 997.67 ટન મગફળીની આવક થઇ છે.


(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
