<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

ગુજરાતમાં કોવિડ-૧૯ના ૬૮ નવા કેસ નોંધાયા : ઓમિક્રોન સબ-વેરિઅન્ટ LF.7.9 અને XFG Recombinant સક્રિય

રાજ્યમાં હાલ ૨૬૫ એક્ટિવ કેસ : અત્યાર સુધીમાં ૨૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા : મોટાભાગના હોમ આઇસોલેશનમાં : આરોગ્ય વિભાગે સાવચેતી રાખવા અને 'કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર'નું પાલન કરવા અપીલ કરી

અમદાવાદ : ગુજરાતમાં કોવિડ-૧૯ ના કેસોમાં ફરીથી સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે ૩૦ મે, ૨૦૨૫ ના રોજ બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, રાજ્યમાં આજે કોવિડ-૧૯ ના ૬૮ નવા કેસ નોંધાયા છે. જોકે, આ કેસોમાં ગભરાવાની જરૂર નથી કારણ કે મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
રાજ્યમાં વર્તમાન કોવિડ-૧૯ સ્થિતિ:
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, રાજ્યમાં હાલ કુલ ૨૬૫ એક્ટિવ કેસ છે. આ પૈકી, ફક્ત ૧૧ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે ૨૫૪ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. અત્યાર સુધીમાં ૨૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને સદભાગ્યે કોઈ મૃત્યુ નોંધાયું નથી.
ઓમિક્રોનના પેટા-વેરિઅન્ટ સક્રિય: લક્ષણો અને સાવચેતી
ગુજરાતમાં હાલમાં જે કોવિડ-૧૯ ના કેસો જોવા મળે છે તે ઓમિક્રોનના પેટા ટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. આ વેરિઅન્ટ્સમાં દર્દીઓ સામાન્ય રીતે માઈલ્ડ તાવ, શરદી, અને ખાંસી જેવા લક્ષણો ધરાવે છે.
આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવા પર ભાર મૂક્યો છે:
 * હોમ આઇસોલેશનમાં રહેલા વ્યક્તિઓએ પોતાના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ ચાલુ રાખવું અને જો શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
 * ખાંસી/છીંક દરમિયાન નાક અને મોં ઢાંકવા, જાહે૨ સ્થળોએ થૂંકવું નહીં, અવા૨નવા૨ સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝ૨નો ઉપયોગ ક૨વો.
 * કો-મોર્બીડ કન્ડિશન ધરાવતા લોકો (અન્ય બીમારીઓથી પીડાતા) અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો.
આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું છે કે, કોવિડના કેસોમાં દર ૬ થી ૮ માસમાં 'રાઇઝિંગ ટ્રેન્ડ' આવતો હોય છે, તેથી ગભરાવાની જરૂર નથી. વિભાગે "સાવચેતી એજ સમજદારી છે" ના સૂત્ર સાથે નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા અપીલ કરી છે.

 

(7:09 PM IST)