તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
સુરત RTOમાં ટુ -વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ : વાહન ચાલકો ભારે પરેશાન
સર્વરમાં ખામી આવી જતા કામકાજ ઘણીવાર અટકી રહ્યું છે અને અરજદારોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

સુરત તા.૩૦ : સુરત આરટીઓ કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર ટેસ્ટ આપવા આવી રહેલા અરજદારોને ભારે ભીડનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત RTOમાં ટુ -વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ બતાવી રહ્યું છે. ઉનાળાના વેકેસન હોવાથી વિદ્યાર્થીઓ પણ તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે રાહ જોઈ રહ્યા છે. પરંતુ RTOના સર્વરમાં ખામી આવી જતા કામકાજ ઘણીવાર અટકી રહ્યું છે. અને અરજદારોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટુ -વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ
રાજ્યમાં હાલ વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોવાથી વિદ્યાર્થીઓ પણ તેમના ડ્રઇવિંગ લાયસન્સ કઢાવવાન માટે લાઇનમાં લાગ્યા છે. ત્યારે સુરત આરટીઓનું સર્વર ઘણીવાર RTO કર્મચારીઓનો સાથ ન આપી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં જો ટુ -વ્હીલરની ટેસ્ટ આપવી હોય તો અરજદારને 7મી જુલાઈની એપોઈન્ટમેન્ટ મળી રહી છે. એટલે કે 40 દિવસનું વેઇટિંગ બતાવી રહ્યું છે. જેના કારણે અરજદારોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટુ-વ્હીલરની ડ્રાઈવિંગ ટેસ્ટ માટે રોજના 275 લોકોને આપવામાં આવી રહી છે એપોઈમેન્ટ
RTOમાં ટુ-વ્હીલરની ડ્રાઈવિંગ ટેસ્ટ માટે રોજના 275 લોકોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવી રહી છે. લાંબુ વેઈટિંગ હોવાથી હજારો અરજદારો એડવાન્સમાં એપોઈન્ટમેન્ટ લઈને ટેસ્ટ આપવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
