તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
ચારેક દિવસથી ગુજરાત રાજ્યના અમુક ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયા બાદ આજથી વરસાદનું જોર ઘટશે : 5 જૂન સુધી રાજ્યના અમુક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડશે : હવામાન વિભાગની આગાહી
આજે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા : આવનારા દિવસોમાં છૂટો છવાયો હળવો વરસાદ થશે

અમદાવાદ તા.૩૦ : ચારેક દિવસથી રાજ્યના અમુક ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આજથી વરસાદનું જોર ઘટશે. જોકે આગામી 5 જૂન સુધી રાજ્યના અમુક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર આજે 30 મે 2025ના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ થઇ શકે છે.
31 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં જ્યારે 1 જૂન 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવો છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
2 અને 3 જૂન 2025ના રોજ ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ થઇ શકે છે.
4 અને 5 જૂન 2025ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ થઇ શકે છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
