<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

દીવના તમામ બીચ પર આગામી 3 મહિના દરમિયાન ન્હાવા પર પ્રતિબંધ

દીવના નાગવા બીચ,બ્લુ ફ્લેગ બીચ અને ઘોઘલા બીચ પર ન્હાવા માટે પહેલી જૂનથી 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ

દીવ :પ્રવાસન સ્થળોમાં બીચ પર લોકો દરિયામાં ન્હાવાની મજા માણવા જતા હોય છે. દરિયામાં સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા જ કંઇક અલગ હોય છે. તેથી જ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. પરંતુ ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળતો હોય છે જેના કારણે પ્રવાસીઓના જીવને જોખમ ન થાય તે માટે દીવ પ્રસાશન દ્વારા દીવના તમામ બીચ પર આગામી 3 મહિના દરમિયાન ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

 

આગામી પહેલી જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ પર  ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચોમાસામાં દીવના દરિયામાં વધુ પડતો કરંટ હોય છે જેના લીધે પ્રસાશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દીવના નાગવા બીચ,બ્લુ ફ્લેગ બીચ અને ઘોઘલા બીચ પર ન્હાવ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આટલું જ નહીં કોઈ પણ જાતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ નહીં થાય. પેરાગ્લાઈડીંગ, વોટર સ્કુટર, જેસ્કી રાઈડ્સ,બનાના બોટ વગેરેની મજા પણ પ્રવાસીઓ નહીં માણી શકે. પ્રવાસીઓ દરિયા કિનારે હરી ફરી શકશે પરંતુ ડુબકી નહીં મારી શકે.

(12:20 PM IST)