<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

અરબ સાગરમાં સક્રિય સિસ્ટમ હવે નબળી પડવાથી ચોમાસું ગુજરાતમાં મોડું પહોંચશે. : પરેશ ગોસ્વામી

મોનસૂન બ્રેકને લીધે ચોમાસું હવે જૂન મહિનાની 15 ચારીખની આસપાસ ગુજરાતમાં આવી શકે

અમદાવાદ :આ વખતે ચોમાસું કેરળ પહોંચી ગયું હોવાની વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આ પછી ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે તેવી આગાહી કરવામાં આવી હતી. જોકે, અરબ સાગરમાં સક્રિય સિસ્ટમ નબળી પડતા ચોમાસું ગુજરાતમાં મોડું પહોંચશે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહ વ્યક્ત કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, મોનસૂન બ્રેકને લીધે ચોમાસું હવે જૂન મહિનાની 15 ચારીખની આસપાસ ગુજરાતમાં આવી શકે છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આમ તો નૈરત્યના ચોમાસા વિશે જણાવ્યું હતું કે બધા આશા રાખે છે એટલું ચોમાસુ વહેલું આવવાનું નથી. ચોમાસુ લેટ થશે આપણા વાર્ષિક કાર્યક્રમોમાં જણાવ્યું છે. મહારાષ્ટ્ર સુધી નૈરત્યનું ચોમાસુ અત્યારે પહોંચી ગયું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જેવી રીતે થોડા દિવસ પહેલા અરબ સાગરની અંદર એક સિસ્ટમ હતી ને જેને કારણે કેરળ, કર્ણાટક, ગોવા, કોંકણ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસુ પહોંચી ગયું છે. અત્યારે હવે અરબ સાગરની અંદર બીજી કોઈ નવી સિસ્ટમ નથી બની રહી, એટલે હવે ચોમાસુ છે એ એક થી બે દિવસની અંદર નિષ્ક્રિય થઈ જશે અને ચોમાસુ નિષ્ક્રિય થશે. હવે મોન્સુન બ્રેકની કન્ડિશન જોવા મળી શકે છે. એટલે ચોમાસુ હજી આપણે ગુજરાતમાં આવતા ઘણી વાર લાગશે. 15 જૂન બાદ જ આપણે આશા રાખી શકીએ.

(1:09 PM IST)