<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

કડી વિધાનસભા પેટા ચૂંટણીઃ આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને આપી ટિકિટ

ઈસુદાન ગઢવીએ કહ્યું - કડી અને વિસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે

અમદાવાદ : ગુજરાતના કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારી આદરી છે, તેવામાં કડી વિધાનસભાની પેટા ચૂંટણી 2025 માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આપ દ્વારા કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. આ અંગે ઇસુદાન ગઢવીએ જણાવ્યું છેકે, કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે. કડી અને વિસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે. કડી અને વિસાવદરની જનતા આપ સાથે, બીજા પક્ષોને જાકારો આપશે.

(11:20 AM IST)