<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

દાહોદમાં ટ્રકને મિની લક્ઝરી બસે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો :12 લોકો ઈજાગ્રસ્ત

ખંભાતથી ઓમકારેશ્વર થઈ અયોધ્યા જતા ભક્તોને અકસ્માત નડ્યો

દાહોદમાં ટ્રક અને મિની લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ખંભાતથી ઓમકારેશ્વર થઈ અયોધ્યા જતા ભક્તોને અકસ્માત નડ્યો હતો. દાહોદ નજીક રામપુરા હાઈવે પર આ અકસ્માત થયો હતો. આગળ જતી ટ્રકને મિની લક્ઝરી બસે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે

(12:45 AM IST)