તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
SOU બસ બે પાર્કીંગ ખાતે કચરો નાખવા બાબતે માથાકૂટ થતા બચકું ભર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના પરદેશીલાલ પરીખલાલ જાતે.સહાની (ઉ.વ.પર) ધંધો. મજુરી (રહે.બારફળીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ SOU બસ બે પાર્કીંગ ખાતે પોતાની લારી ઉપર હતા તે દરમ્યાન કચરો નાંખવા જતા હતા તે વખતે શ્યામુ યાદવ (રહે.કેવડીયા કોલોની તા.ગરુડેશ્વર જી.નર્મદા) એ તેમને કોઇપણ કારણ વગર ગમેતેમ ગાળો બોલી લારીની બાજુમાં પડેલ સ્ટીલના સ્ટેન્ડથી મારતા તેમને ડાબા હાથે બીજા તેમજ ત્રીજા નંબરની આંગળી વચ્ચે ઇજા કરી તેમજ જમણા ખભે બચકુ ભરી ઇજા કરી હોય સલામતી પોલીસે આ મુદે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
