તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
રાજપીપલાથી અમદાવાદ (નહેરુનગર) ની વોલ્વો બસ સેવા શરુ કરવા લોકમાંગ
ધારાસભ્યની રજુઆતને એક વર્ષ થયું પણ પરિણામ શૂન્ય

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લા મથક રાજપીપળાથી અમદાવાદના નહેરુનગર સુધી વોલ્વો બસ સેવા GSRTC તરફ થી શરુ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે .
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લા મુખ્ય મથક રાજપીપલા એસ. ટી. ડેપોથી મુસાફરોની સેવામાં જીલ્લાની સ્થાપના બાદ કોઈ સુવિધાજનક લક્ઝરી બસ ફાળવવામાં આવી નથી .હવે નર્મદા જિલ્લો વિકાસશીલ જિલ્લો છે ,જિલ્લામાં વેપાર ધંધા નો પણ વિકાસ થયો છે . અને રાજપીપલાથી માત્ર 25 કિમિ દૂર SOU તેમજ તેને સંલગ્ન વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ શરુ થયા છે ત્યારે રાજપીપલા થી પોઇચા પુલ - ડભોઇ-વડોદરા થઇ અમદાવાદ( નહેરુનગર) સુધી ની વોલ્વો બસ સેવા શરુ કરવામાં આવે તો મુસાફરોને રાહત થાય તેમ છે . વોલ્વો બસ શરુ કરવા અંગે રાજપીપલાના ધારાસભ્ય ડો .દર્શના દેશમુખે પણ વાહનવ્યવહાર મંત્રી ને રજુઆત કરી છે તેને પણ એક વરસ થયું પણ હજુ રાજપીપલાની મુસાફર જનતા ને વોલ્વો બસ ની ભેટ નથી મળી ત્યારે લોકલાગણી છે કે રાજ્ય ના ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી સત્વરે રાજપીપલાને વોલ્વો બસ સેવા મંજુર કરે .
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
