<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

કપાસનો સૌથી ઉંચો ભાવ અમરેલી માર્કેટ યાર્ડમા 1567 રૂપિયા બોલાયો : જાણો 21 યાર્ડના ભાવ

ગુજરાતના 21 માર્કેટ યાર્ડમાં કુલ 479.26 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 21 માર્કેટ યાર્ડમાં કુલ 479.26 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ અમરેલી માર્કેટ યાર્ડમા 1567 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1549 રૂ. જ્યારે નીચો ભાવ 1370 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિસનગરમાં 1550 રૂ., બાબરામાં 1540 રૂ., હળવદમાં 1532 રૂ., જામજોધપુરમાં 1501 રૂ., ગોંડલમાં 1496 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 479.26 ટન કપાસની આવક થઇ છે.

(9:36 PM IST)