<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

રાજ્યમાં ઉંઝામાં જીરાનો સૌથી ઉંચો ભાવ 4600 રૂપિયા બોલાયો: જાણો 25 યાર્ડના ભાવ

ગુજરાતના 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 818.10 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 818.10 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4600 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3571 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4195 રૂ., ગોંડલમાં 4151 રૂ., રાજકોટમાં 4141 રૂ., હારીજ 4125 રૂ., સમીમાં 4050 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 818.10 ટન આવક થઇ છે.

(9:32 PM IST)