<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

IPS બદલીઓ... રથયાત્રાના કારણે ફરી એક ઇન્‍ટરવેલ

IB વડા, cid વડા સહિત મહત્‍વના સ્‍થાનો ખાલી છતાં ગાંધીગરના પેટનું પાણી પણ હલતું નથી : દેશના વિશાળ બંદોબસ્‍ત પૈકીની રથયાત્રા માટે દોઢ માસ અગાઉ તૈયારીઓ થાય છે : અમદાવાદના સિનિયર સહિત અન્‍ય સ્‍થળની યાત્રાના પ્રવર્તમાન અધિકારીઓ ન બદલવાનો વણ લખ્‍યો નિયમ છે : આવતા માસે નિવળત્ત થતા રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડાને એક્‍સ્‍ટેન્‍શન અપાઈ તેવી ચર્ચા જરૂર છે, આમ છતાં કેન્‍દ્રનેમોકલવાની કોઈ દરખાસ્‍તની તૈયારીઓ નથી

રાજકોટ, તા.,૨૮ :   ગુજરાતના પોલીસ તંત્રના ઇતિહાસમાં ગુપ્તચર વડા,  cid ક્રાઈમ વડા સહિતના મહત્‍વના સ્‍થાનો, sp માંથી dig બનેલ અધિકારીઓ જે તે સ્‍થાને ફરજ, અમદાવાદ રેન્‍જ જેવી મહત્‍વની રેન્‍જ સહિત ખૂબ જરૂરી જગ્‍યાઓ ભરવા, ig લેવલે બાળકીઓ સ્‍પષ્‍ટ લેવલે બદલીઓ વિગેરે બાબતો સરકાર માટે શિર દર્દ બન્‍યા છે. આવી લાંબી અનિヘતાથી પોલીસ તંત્રના ટોચના રાજકારણીઓ વચ્‍ચે એક મત નહિ હોવાની ચર્ચા છાનાખુણે  ચાલે છે. આમ છતા આઇપીએસ બદલીઓમાં એક મોટો ઇન્‍ટરવેલ પડશે  તેવુ અનુભવીઓ માની રહયા છે.

આ માન્‍યતા પાછળનું એક મહત્‍વનું કારણ એ છેકે દેશના સહુથી  મોટા બંદોબસ્‍ત જેવી અષાઢી બીજની રથયાત્રા . આ રથયાત્રા ઘણા સ્‍થળે નીકળે છે,  પરંતુ  અમદાવાદમાં નીકળતી રથયાત્રા માટે દોઢ માસ અગાઉ તૈયારીઓ કરવામાં આવે છે . આ રથયાત્રા આડે હવે એક મહિનો બાકી છે, ત્‍યારે અમદાવાદના સિનિયર ત્‍ભ્‍લ્‍ ન બદલવા તેવો વણલખ્‍યો નિયમ છે.  આ સંદર્ભમાં આવી સંભાવના નિહાળવામાં આવે છે.              

 રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા આવતા માસે નિવળત થાય છે, તેમની નિવળતિ પછી તેમને એક્‍સ્‍ટેન્‍શન આપવામાં ન આવેતો જબ્‍બર ફેરફાર રથયાત્રા બાદ કરવામાં આવે. એક્‍સ્‍ટેન્‍શન આપવા માટે ગુજરાતમાંથી દિલ્‍હી અર્થાત્‌ કેન્‍દ્રમાં દરખાસ્‍ત કરવાની હોય છે. આવી હિલચાલ નજરે પડતી નથી. એક વર્ગ એવું માને છે કે આ પ્રક્રિયા સરકાર ઈચ્‍છે તો પાછળથી જરૂરી નિર્ણય થશે. Sp લેવલે પણ posting માટે કેટલાક એસપી એકઠા થઈ ચોકઠાં ગોઠવે છે.

(4:03 PM IST)