તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો ધમધમાટ : બે દિવસમાં 21 નામાંકન ફોર્મ દાવેદારોએ ઉપાડ્યા
નામાંકન ફોર્મ 26 મે થી 2 જૂન સુધીમાં મેળવી લઈ સંપૂર્ણ માહિતી ભરીને પહોંચાડવાના રહેશે

કડી વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ પેટા ચૂંટણી લક્ષી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટેના નામાંકન ફોર્મ 26 મે થી 2 જૂન સુધીમાં મેળવી લઈ સંપૂર્ણ માહિતી ભરીને પહોંચાડવાના રહેશે.
આ દરમિયાનમાં તારીખ 26 મી ના રોજ કુલ 6 ઉમેદવારી માટેના ફોર્મ દાવેદારો લઈ ગયા હતા. તેમજ તારીખ 27 મી ના રોજ વધુ 15 જેટલા નામાંકન ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. આમ, છેલ્લા બે દિવસમાં કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં લડી લેવાના મૂડ સાથે કુલ 21 જેટલા નામાંકન ફોર્મ દાવેદારો લઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં તેમની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
