તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th May 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 400 રૂપિયા સુધી બોલાયો : જાણો 16 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 16 માર્કેટ યાર્ડમાં કુલ 4,334.70 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 16 માર્કેટ યાર્ડમાં કુલ 4,334.70 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 255 રૂ. અને નીચો ભાવ 22 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બીલીમોરામાં 360 રૂ., અમદાવાદમાં 300 રૂ., ભુજમાં 280 રૂ., મહેસાણામાં 260 રૂ., ગોંડલમાં 216 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,334.70 ટન ડુંગળીની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)ભાવનગર2700અમદાવાદ864.5સુરત340રાજકોટ219મહેસાણા62.4ભરૂચ46.5કચ્છ42ખેડા30.4આણંદ14વડોદરા9.2નવસારી5.8દાહોદ0.9કુલ આવક4,334.70
કયા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવનડિયાદ300400બીલીમોરા200360ખંભાત200360સુરત100360અમદાવાદ160300આણંદ150300ભરૂચ100300દાહોદ100300કપડવંજ160300પાદરા100300ભુજ160280મહેસાણા60260રાજકોટ22255ગોંડલ16216મહુવા35192જૂનાગઢ50150
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
