<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th May 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1601 રૂપિયા બોલાયો : જાણો 18 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 18 માર્કેટ યાર્ડમાં કુલ 1,046.33 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 18 માર્કેટ યાર્ડમાં કુલ 1,046.33 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1601 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં મગફળીનો ઉંચો ભાવ 1124 રુ. અને નીચો ભાવ 975 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 1412 રૂ., જેતપુરમાં 1381 રૂ., ભાવનગરમાં 1333 રૂ., કાલાવડમાં 1310 રૂ., ડીસામાં 1225 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,046.33 ટન મગફળીની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ493.5અમરેલી206.6ભાવનગર192જામનગર121.5જૂનાગઢ11મોરબી10.38સાબરકાંઠા6.5ગીર સોમનાથ2.45બનાસકાંઠા2.4કુલ આવક1,046.33

કયા માર્કેટ યાર્ડમાં મગફળીનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવગોંડલ7661601હિંમતનગર1356.61412જેતપુર7411381ભાવનગર7021333કાલાવડ8001310ડીસા10111225જસદણ8501197હળવદ8001196જામ જોધપુર8011141રાજકોટ9751124માંગરોળ10951100અમરેલી7101080મહુવા9601056સાવરકુંડલા10001050વેરાવળ8511039રાજુલા7001001બગસરા8001000ધોરાજી796996

(12:55 AM IST)